Supreme Court News: શરણાર્થી મામલે SCનું કડક નિવેદન, ભારત કોઈ ધર્મશાળા નથી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Supreme Court News : ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી આવે અને વસવાટ કરવાનું ચાલુ કરી દે. સુપ્રીમ કોર્ટે એક શ્રીલંકન તમિલની અરજીને ફગાવતા આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.

જસ્ટિસ દીપાંકર દત્તા શું બોલ્યાં 

- Advertisement -

જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે ભારતની પોતાની વસતી 140 કરોડથી પણ વધુ છે. તો આવી સ્થિતિમાં શું ભારત દુનિયાભરના શરણાર્થીઓનું સ્વાગત કરી શકે? આ કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરથી આવતા શરણાર્થીઓનું અમે સ્વાગત કરીએ.

કોર્ટે દખલનો કર્યો ઈનકાર 

- Advertisement -

કોર્ટે આ ટિપ્પણી સાથે શ્રીલંકન તમિલ યુવકને કસ્ટડીમાં લેવા મામલે દખલથી ઈનકાર કરી દીધો. શ્રીલંકન તમિલ યુવકે સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી કરી હતી જેમાં કોર્ટે દખલ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો. જસ્ટિસ દીપાંકર દત્તાના નેતૃત્વ હેઠળની બેન્ચમાં જસ્ટિસ કે.વિનોદ ચંદ્રન પણ સામેલ હતા. શ્રીલંકન તમિલ યુવકે મદ્રાસ હાઈકોર્ટના એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેમાં કહેવાયું હતું કે 7 વર્ષની સજા પૂર્ણ થયા બાદ તે દેશ છોડીને જતો રહે.

Share This Article