અમદાવાદ, 18 ડિસેમ્બર: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ દર્દી પર તાંત્રિક ધાર્મિક વિધિ કરતા હોવાનો અને તેની સારવારનો શ્રેય લેતા હોવાનો કથિત વીડિયો પ્રસારિત થયા બાદ, હોસ્પિટલ પ્રશાસને સમગ્ર પ્રકરણની તપાસના આદેશ આપ્યા છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી.
સોશિયલ મીડિયા પર પોતાનું નામ મુકેશ ભુવા જણાવતા તાંત્રિકે હોસ્પિટલમાં કરવામાં આવેલી કથિત વિધિનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
વિડિયો ક્લિપ પ્રસારિત થયા પછી, હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, ડૉ. રાકેશ જોશીએ એક વીડિયો નિવેદન બહાર પાડીને લોકોને વિનંતી કરી કે તાંત્રિકના દાવા પર વિશ્વાસ ન કરો કે દર્દી તેમની તંત્ર સાધના દ્વારા સાજો થયો હતો.
ડો.જોષીએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

