ચક્રવાતની અસર કચ્છ-ગુજરાતમાં પણ વર્તાશે

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 23 : બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન ભીષણ ચક્રવાતમાં ફેરવાઈને 26મેના પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશના કાંઠાળ વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા છે. ઓમાનના સૂચન પરથી આ ચક્રવાતનું નામ રેમલ રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુસાર ચક્રવાત રેમલ 24થી 27મેની વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત પર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે.

Low pressure s

- Advertisement -

બંગાળના ઉપસાગરનો ચક્રવાત 24થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે. તેમણે જણાવ્યું હતું કે 26થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં તેની અસર જોવા મળશે. 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44થી 46 ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતને લીધે બંગાળના તટવર્તીય જિલ્લા ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, પૂર્વ મિદનાપોરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે.

બંગાળની ખાડીમાં હળવું દબાણ શુક્રવારે તીવ્ર દબાણમાં પરિવર્તિત થયા બાદ પછીના દિવસોમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં આગળ વધીને એક તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે રેમલ રવિવારે સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈને બાંગલાદેશ અને પશ્ચિમ બંગાળના કાંઠાળ વિસ્તારો સુધી પહોંચી શકે છે. રવિવારે ત્યાં 102 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 26 અને 27 મેના બંગાળ, ઉત્તર ઓરિસ્સા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના કાંઠાળ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રની સપાટીએ ગરમીને લીધે ચક્રવાત ઝડપથી શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ચક્રવાતની થોડી અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં પણ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેની અસર હેઠળ આજે સવારે કોલકાતાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો.

- Advertisement -
Share This Article