Tourism Industry: ભારત-પાકિસ્તાન તણાવથી ટુરિઝમ ઉદ્યોગને ભારે આર્થિક ફટકો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Tourism Industry: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટુરિઝમ સેક્ટર પર માઠી અસર થઈ છે. એટલું જ નહીં કરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો હતો. સંઘર્ષની પરિસ્થિતિને જોતાં ટુર પેકેજોનું ધડાધડ બુંકિંગ કેન્સલ થઈ રહ્યું છે. પરિણામે ટુર ઓપરેટરોની ઉનાળુ વેકેશન સિઝન જાણે માથે પડી છે. પ્રવાસીઓમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે, જેના કારણે જુલાઈમાં શરૂ થનાર અમરનાથ યાત્રામાં બુકિંગનું પ્રમાણ ઘણું ઓછુ રહ્યું છે.

ડોમેસ્ટિક પ્રવાસોના બુકિંગ કેન્સલ થયા

- Advertisement -

અહેવાલો અનુસાર, છેલ્લાં ત્રણેક દિવસથી ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ વધ્યો હતો. કાશ્મીરથી માંડીને રાજસ્થાન, ગુજરાતના કચ્છ સુધી પાકિસ્તાને ડ્રોન-મિસાઇલ એટેક કર્યા હતાં. આ તણાવની સ્થિતિ વણસતાં ટુરિઝમ ઈન્ડસ્ટ્રિઝને નુકસાન ભોગવવાનો વારો  આવ્યો છે.

Share This Article