DRDO News: અત્યાધુનિક હ્યુમનોઇડ રોબોટ ભારતીય સેના માટે બનશે ટેકનોલોજીકલ સહાયક

Arati Parmar
3 Min Read

DRDO News:  ભારત સરકારના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના વિજ્ઞાનીઓ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા  હ્યુમનોઇડ રોબોટ(માનવી જેવાં કાર્ય કરી શકવાની ક્ષમતા ધરાવતું યંત્ર) વિકસાવી રહ્યા છે. આ વિશિષ્ટ પ્રકારનો રોબોટ લશ્કરી કાર્યવાહી દરમિયાન મહત્વની કામગીરી બજાવી શકશે.  હાલ આ મહત્વની સંશોધનાત્મક કામગીરી ડીઆરડીઓ અંતર્ગત કાર્ય કરતા ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશનમન્ટ (આર.એન્ડ ડીએ – એન્જિનિયર)ના વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

થોડા સમય પહેલાં પુણેમાં એડવાન્સ્ડ લેગ્ડ રોબોટિક્સ વિશે યોજાયેલા નેશનલ વર્કશોપમાં આ હ્યુમનોઇડ રોબોટની કામગીરી રજૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ 2027માં પૂરો થઇ જશે.

- Advertisement -
TAGGED:
Share This Article