આ સોફ્ટવેર છ લેપટોપમાં દર મહિને 5,000 રૂપિયામાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું.
સુરતમાં રૂપિયા 4.50 કરોડના ઈ-ટિકિટ રેકેટનો પર્દાફાશ થયો છે. ઓનલાઈન ટિકિટ કૌભાંડમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. ઈ-ટિકિટ રેકેટમાં ટ્રાવેલ એજન્ટ ઝડપાયો.

પાયરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તત્કાલ રેલવે ટિકિટ બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ સોફ્ટવેર છ લેપટોપમાં 5,000 રૂપિયામાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. મુંબઈ આરપીએફની ટીમે સિટી લાઇટ સ્થિત એક એજન્ટના ફ્લેટમાંથી ઈ-ટિકિટ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
એજન્ટ રાજેશ મિત્તલના લેપટોપમાં પાઈરેટેડ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉમરા પોલીસે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરનાર રાજુ યુવરાજ પંડિતની ધરપકડ કરી છે. રાજુ યુવરાજે 5000 રૂપિયામાં રાજેશ મિત્તલના લેપટોપમાં પાઈરેટેડ સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું હતું.
એકતા ટ્રાવેલ્સના મેનેજર આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ઈ-ટિકિટ બુક કરાવતા હતા. મૂળ ઝારખંડના અને હાલ સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા રાજુ યુવરાજ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.
ઉમરા પોલીસના જણાવ્યા અનુસાર આ સોફ્ટવેર રાજુએ રાજેશ મિત્તલને સપ્લાય કર્યું હતું. આ એક ટિકિટ બુકિંગ સોફ્ટવેર છે, જે છ લેપટોપમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું અને દર મહિને કુલ 30 હજાર રૂપિયા પ્રતિ સોફ્ટવેર સાથે 5 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
આટલું જ નહીં, રાજુ પંડિત માસિક રૂપિયા 1000 ભાડું વસૂલતો હતો. આ સોફ્ટવેર વેચાણમાં રાજુની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે જાણવા ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે.

