VANTARA: પ્રાણીઓની સુરક્ષા કે એક મોટો POLICY QUESTION?
જામનગરમાં બનેલું Vantara આજે વિશ્વના મોટા Animal Rescue & Rehabilitation Centres માં ગણાય છે. હજારો પ્રાણીઓની સારવાર, સંભાળ અને પુનર્વસનનો દાવો કરવામાં આવે છે.
પરંતુ Vantara સાથે જોડાયેલા કેટલાક વિવાદો અને સવાલો પણ એટલા જ ચર્ચામાં રહ્યા છે.
🔴 પ્રાણીઓના Acquisitionનો વિવાદ
વિદેશ સહિત અલગ-અલગ સ્થળોથી મોટી સંખ્યામાં જંગલી પ્રાણીઓ Vantaraમાં લાવવામાં આવ્યા. કેટલાક Wildlife Groups અને અરજદારો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા કે આ પ્રાણીઓ કઈ રીતે મેળવવામાં આવ્યા? જરૂરી મંજૂરી અને નિયમોનું પાલન થયું કે નહીં?
આ મામલો એટલો ગંભીર બન્યો કે Supreme Courtએ SIT દ્વારા તપાસ કરાવી.
🔴 Mahadevi હાથીનો વિવાદ
Kolhapurના મંદિર સાથે જોડાયેલા હાથી Mahadeviને Vantaraમાં ખસેડવાના મુદ્દે પણ ભારે વિરોધ થયો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો.
🔴 વિદેશી પ્રાણીઓ અને નિયમો
વિદેશથી લાવવામાં આવેલા પ્રાણીઓ અંગે CITES, Wildlife Protection Act અને અન્ય નિયમોનું પાલન થયું કે નહીં—તે અંગે પણ સવાલો ઉઠ્યા.
પરંતુ અહીં એક મહત્વની વાત છે…
Supreme Court દ્વારા નિયુક્ત SITની તપાસમાં Vantara સામે પ્રાણીઓની ગેરકાયદેસર તસ્કરી કે આવા મોટા કાયદાકીય ઉલ્લંઘનનો પુરાવો મળ્યો નહોતો. Courtએ SITના તારણો સ્વીકાર્યા હતા.
🔴 અને પછી આવ્યો જમીનનો મુદ્દો…
Vantara આશરે 3,000 એકરના Green Belt વિસ્તારમાં આવેલું છે.
પરંતુ “Vantaraએ 3,000 એકર જમીન ગેરકાયદેસર રીતે મેળવી” એવું કહેવું યોગ્ય નથી.
કારણ કે Jamnagarમાં Relianceના refinery અને અન્ય ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે જમીન મેળવવાનો ઈતિહાસ ઘણો જૂનો છે. ભૂતકાળમાં ખાનગી ખેતીની જમીન, સરકારી જમીન અને ગૌચર જમીન અંગે પણ જમીન સંપાદનને લઈને સવાલો અને કાનૂની વિવાદો થયા હતા.
એટલે Vantaraની હાલની જમીન અને Relianceના જૂના land acquisitionને એક જ બાબત માનવી યોગ્ય નથી.
⚖️ પરંતુ અહીંથી એક મોટો POLICY QUESTION ઊભો થાય છે…
ભારતનો કાયદો ખાનગી સંસ્થા કે ઉદ્યોગપતિને પણ Wildlife Rescue & Rehabilitation Centre ચલાવવાની મંજૂરી આપે છે.
પરંતુ જરૂરી સરકારી મંજૂરી અને Central Zoo Authority (CZA)ની માન્યતા ફરજિયાત છે.
તો સવાલ એ નથી કે—
“કોઈ ઉદ્યોગપતિ આવું Centre બનાવી શકે કે નહીં?”
કાયદો કહે છે—હા, જરૂરી નિયમો અને મંજૂરી સાથે બનાવી શકે.
પરંતુ સવાલ એ છે કે…
🐘 જ્યારે હજારો જંગલી પ્રાણીઓની જવાબદારી એક ખાનગી સંસ્થા પાસે હોય,
🐆 જ્યારે વિદેશથી પણ પ્રાણીઓ લાવવામાં આવે,
🦁 જ્યારે આટલા મોટા પાયે Wildlife Management થાય,
તો શું માત્ર સરકારી મંજૂરી પૂરતી છે?
કે પછી આવા વિશાળ ખાનગી Wildlife Centres માટે—
વધુ પારદર્શિતા, નિયમિત સરકારી તપાસ, પ્રાણીઓની સંખ્યા, મૃત્યુ, સ્થળાંતર અને સારવાર અંગે જાહેર માહિતી તથા વધુ કડક જવાબદારીનું અલગ માળખું હોવું જોઈએ?
👉 આ Vantara સામેનો સીધો કાયદાકીય આરોપ નથી.
આ તો ભારતની Wildlife Policy સામેનો એક મહત્વનો સવાલ છે.
જંગલી પ્રાણીઓ દેશની કુદરતી સંપત્તિ છે…
તો તેમની જવાબદારી ખાનગી હાથમાં હોય ત્યારે સરકારની દેખરેખ કેટલી અને કેવી હોવી જોઈએ?
તમારો અભિપ્રાય શું છે?

