Down Syndrome: ભારતમાં જન્મ લેતાં સરેરાશ 835 બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે. આમ, દર વર્ષે ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મ લેતાં બાળકોનું પ્રમાણ 30 હજારથી 35 હજાર હોય છે. દર વર્ષે 21 માર્ચની ઉજવણી ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે’ તરીકે કરવામાં આવે છે.
ડૉક્ટરોના મતે, શારીરિક વિકાસ ધીમો હોવો, શીખવા-સમજવાની ગતિ અન્ય બાળકોથી ધીમી હોવી, ચહેરાની વિશિષ્ટ આકારબદ્ધતા જેમકે નાનું નાક-આગળ નીકળેલા ચહેરાના અંગ, હૃદય-આંખ-સાંભળવાની સાથે જોડાયેલી કેટલીક તકલીફ થવાની સંભાવના એ ડાઉન સિન્ડ્રોમના મુખ્ય લક્ષણ છે.
ડાઉન સિન્ડ્રોમ એક જિનેટિક ડિસઓર્ડર છે. નીતા વઘાસિયાએ જણાવ્યું કે, ‘બાળકમાં ડાઉન સિન્ડ્રોમ હોય તો પ્રથમ પાંચ વર્ષ થેરાપી, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર આપવો જરૂરી થઇ જાય છે. આ ઉપરાંત પરિવાર-સમાજનો સંકલિત સહયોગ બાળકના વિકાસમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. હૃદય-આંખ-કાન -પાચનતંત્રને લગતી સમસ્યાઓ માટે નિયમિત તપાસ-ઉપચાર જરૂરી છે. ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોમાં સકારાત્મક દ્રષ્ટિકોણ મહત્ત્વની ચાવી છે.’