Mango leaf toran benefits: ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવાના ફાયદા: સુખ, સમૃદ્ધિ અને નેગેટિવ ઉર્જાથી રક્ષા

Arati Parmar
3 Min Read

Mango leaf toran benefits: હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ કરવાની સાથે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી ગણવામાં આવ્યો છે. જેમકે ઘરની કેટલીક પરંપરાઓ. ઘરમાં વર્ષોથી કેટલીક પરંપરાઓનું પાલન થાય છે. જેમાંથી એક પરંપરા છે વાર તહેવાર હોય ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર તોરણ બાંધવું. કોઈપણ માંગલિક કાર્ય હોય કે તહેવાર હોય ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ બાંધવામાં આવે છે.

ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ બાંધવાની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. આંબાના પાનનું તોરણ લગાવવાથી મુખ્ય દ્વારની સુંદરતા વધે છે અને તેની સાથે જ કેટલાક ફાયદા પણ થાય છે. જો તમે પણ તમારા ઘરે આંબાના પાનનું તોરણ લગાવતા હોય પણ તેનાથી થતા ફાયદા વિશે ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ.

આંબાના પાનનું તોરણ લગાવવાના ફાયદા 

સૌભાગ્ય વધે છે 

ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને પરિવારમાં ખુશહાલી બની રહે છે. તેની મદદથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.

નેગેટિવિટીથી બચાવે છે 

ઘરના મુખ્ય દ્વાર પર લગાવેલું તોરણ સુંદર દેખાય છે અને તે નેગેટિવ એનર્જીથી પણ બચાવ કરે છે. આંબાના પાનની સાથે તેમાં પીળા ફૂલ પણ લગાવેલા હોય છે જે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે છે અને તેને જોઈને મન શાંત પણ રહે છે.

સુંદરતા વધે છે 

આંબાના પાન અને પીળા ફૂલથી બનાવેલું તોરણ લગાવવાથી ઘરના મુખ્ય દ્વારની સુંદરતા પણ વધે છે. આ તોરણ પોઝિટિવિટી ને અટ્રેક્ટ કરે છે અને લોકોની સારી એનર્જીને વધારે છે. ઘરના મુખ્ય દ્વારની સુંદરતા જોઈને લોકો પ્રસન્ન મન સાથે ઘરમાં પ્રવેશ કરે છે.

ખુશીનું પ્રતીક 

હિન્દુ ધર્મમાં વાર-તહેવાર પર તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે. આ સિવાય ખાસ અવસર હોય ત્યારે પણ ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવાની પરંપરા છે. તોરણ લગાવવાથી વાર તહેવાર ખાસ બની જાય છે.

ઘરનું વાસ્તુ સુધરે છે 

તોરણની સૌથી ખાસ વાત એ છે કે તેને લગાવવાથી ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે. તેનાથી ઘરનું વાસ્તુ ઠીક થાય છે. માન્યતા છે કે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ હોય તો દેવી-દેવતાઓ આવા ઘરમાં ખુશી ખુશી પ્રવેશ કરે છે. તેથી જ દિવાળી જેવા તહેવાર અને પાઠ પૂજા કરવાની હોય ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવામાં આવે છે જેથી માં લક્ષ્મી સહિત દેવી-દેવતાઓ ઘરમાં પ્રવેશ કરે.

Share This Article