Surya Dev Arghya Benefits Rules: હિન્દુ ધર્મમાં સૂર્ય દેવતાને સાક્ષાત દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. પહેલાના સમયથી લોકો સૂર્યદેવને જળ ચઢાવતા આવ્યા છે. પિતા, યશ, પ્રસિદ્ધિ અને માન-સન્માનનું કારક છે. આમ, જો કોઈ જાતક સૂર્યદેવને પ્રસન્ન કરવા ઇચ્છે છે અને પૂજા કરે છે તેમને સૂર્યદેવને જળ ચઢાવવું જરૂરી છે. માનવામાં આવે છે કે સૂર્યદેવને જળ ચઢાવવાથી પિતાની તબિયત સારી રહે છે. આ સાથે જાતકનું સન્માન, ધન, સંપત્તિ, યશમાં વૃદ્ધિ થાય છે. આટલું જ નહીં જાતકોની કરિયર સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. તો જાણો આ કડીમાં સૂર્યદેવને જળ ચઢાવવાની વિધિ અને મંત્ર વિશે.
સૂર્યદેવને જળ ચઢાવવાની વિધિ
- સૂર્યદેવને જળ ચઢાવતાં પહેલાં સ્નાન કરીને ચોખ્ખા કપડાં પહેરો. ખાસ ધ્યાન રાખો કે તમારે સૂર્યદેવને સાચા સમયે જળ અર્પિત કરવાનું છે. સૂર્યદેવને હંમેશા તાંબાના લોટાથી જળ અર્પિત કરો. જળ અર્પિત કરતી વખતે લાલ ફૂલ, કંકુ અને ચોખા નાખો. આ જળ અર્પિત કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે તમે સૂર્ય દેવના દર્શન કરો.
- આમ, તમને જણાવી દઈએ કે સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે શક્તિશાળી મંત્રનો જાપ કરો. આ સાથે તમારો ફેસ પૂર્વ દિશામાં રાખો.સૂર્યદેવને સમયે જળ ચઢાવવું ખૂબ જરૂરી છે. આ માટે તમે ગમે તે એક સમય રાખો. એક સમયે તમે જળ ચઢાવો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્યદેવને ક્યારેય વાસી જળ અર્પિત કરશો નહીં. જળ ચઢાવતી વખતે સાચા મંત્રનું ઉચ્ચારણ કરો. ખાસ ધ્યાન રાખો કે સૂર્યને જળ ચઢાવતી વખતે બૂટ-ચંપલ પહેરશો નહીં. આ સાથે તમારા પગમાં આ જળ પડે નહીં એનું ખાસ ધ્યાન રાખો.
- ધાર્મિક માન્યતા અનુસાર તમે નિયમિત એક જ સમયે સૂર્યદેવને જળ અર્પિત કરો છો તો માન-સન્માન વધે છે. વ્યક્તિના સફળતાના દ્વારા ખૂલે છે અને ધનની સમસ્યા દૂર થાય છે. આ સાથે કિસ્મત ચમકી જાય છે અને શારીરિક ઊર્જામાં વૃદ્ધિ થાય છે. માનસિક સ્ટ્રેસ દૂર કરવા માટે જાતકે સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ.

