Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, પારણ સમય અને મહત્ત્વ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Putrada Ekadashi 2025: હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે, ખાસ કરીને જ્યારે તે શ્રાવણ માસ જેવા પવિત્ર મહિને આવે છે. દર મહિને બે વાર આવનારી એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને અર્પિત હોય છે, પરંતુ શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી, જેને પુત્રદા એકાદશી કહેવાય છે, તેનો મહત્વ ખૂબ ખાસ માનવામાં આવે છે.

આ દિવસે ઉપવાસ અને ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા અનુસાર, શ્રદ્ધાપૂર્વક રાખવામાં આવેલા ઉપવાસ અને ભગવાનના ચરણોમાં અર્પિત ભક્તિથી સંતાનસુખ, સંતાનની સમૃદ્ધિ અને જીવનના તમામ દુઃખોથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે સાથે ભગવાન શિવની પણ આરાધના કરવામાં આવે છે, જે આ વ્રતને વધુ અસરકારક બનાવે છે.

- Advertisement -

દર વર્ષે પુત્રદા એકાદશી બે વખત આવે છે — પ્રથમ શ્રાવણ માસમાં અને બીજી પોષ માસમાં. પરંતુ શ્રાવણ મહિનામાં આવતી પુત્રદા એકાદશી, જેને પવિત્રોપના એકાદશી પણ કહેવામાં આવે છે, તેનું મહત્વ વિશેષ હોય છે.

ચાલો જોઈએ કે આ વર્ષે પુત્રદા એકાદશી ક્યારે છે, શુ છે તેનું પુજન મુહૂર્ત, પારણ સમય અને આ દિવસનું ધાર્મિક મહત્વ.

- Advertisement -

શ્રાવણ પુત્રદા એકાદશી 2025 ની તિથિ

એકાદશી તિથિ આરંભ: 4 ઑગસ્ટ 2025, સવારે 11:41 વાગ્યાથી

- Advertisement -

એકાદશી તિથિ અંત: 5 ઑગસ્ટ 2025, બપોરે 01:12 વાગ્યા સુધી

ઉદય તિથિ અનુસાર પુત્રદા એકાદશી 5 ઑગસ્ટ 2025, મંગળવારના દિવસે માનવામાં આવશે.

શ્રાવણ પુત્રદા એકાદશી પૂજા મુહૂર્ત

બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:20 થી 05:02

રવિ યોગ: સવારે 05:45 થી 11:23

અભિજિત મુહૂર્ત: બપોરે 12:00 થી 12:54

સાંજનો પૂજા મુહૂર્ત: સાંજે 07:09 થી 07:30

પારણ સમય (ઉપવાસ તોડવાનો સમય)

પુત્રદા એકાદશીનું પારણ 6 ઑગસ્ટ 2025 ના રોજ સવારે 05:45 વાગ્યા થી 08:26 વાગ્યા સુધી કરી શકાય છે.
દ્વાદશી તિથિનો અંત સમય છે બપોરે 02:08 વાગ્યા સુધી.

પુત્રદા એકાદશીનું ધાર્મિક મહત્ત્વ

એકાદશી વ્રત હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે, પરંતુ પુત્રદા એકાદશીનું સ્થાન અનન્ય છે.

આ વ્રત ખાસ કરીને તેમને માટે લાભદાયી છે, જે સંતાનપ્રાપ્તિના ઈચ્છુક હોય. શ્રદ્ધા અને નિયમપૂર્વક ઉપવાસ રાખવાથી જીવનમાં સુખ, સંતાન અને પરિવારની સમૃદ્ધિ મળે છે અને જીવનના વિઘ્નો ટળે છે.

શ્રાવણ માસમાં આવતી પુત્રદા એકાદશી, જેને પવિત્રોપના એકાદશી પણ કહે છે, તેનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તે ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન શિવ બંનેની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર આપે છે.

Share This Article