Krishna Janmashtami 2025 : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Krishna Janmashtami 2025 : સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે અને આ દિવસ તેમનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે.

લડ્ડુ ગોપાલના મળશે આશીર્વાદ

- Advertisement -

આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 16 ઓગસ્ટે ઉજવવામાં આવશે. હિન્દુ પંચાંગ અનુસાર, જન્માષ્ટમી દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. આમ કરવાથી શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પણ પૂરી કરે છે. તો ચાલો જાણીએ કે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કયા ખાસ ઉપાય કરવાથી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થશે.

નિશીત કાળ સાધના

- Advertisement -

હિન્દુ પરંપરા મુજબ, શ્રીકૃષ્ણનો જન્મ નિશીત કાળમાં થયો હતો, જે ભક્તિ અને પ્રાર્થનાનો એક શક્તિશાળી સમય છે, તેથી આ સમયે ધ્યાન કરવું જોઈએ.

ભોગ ધરાવો

- Advertisement -

સનાતન ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણને તુલસીના પાન, ઘરે બનાવેલી મીઠાઈ અને પંચામૃત સાચા મનથી અર્પણ કરવા જોઈએ. જેથી લડ્ડુ ગોપાલના આશીર્વાદ મળે છે.

શ્રીકૃષ્ણની જન્મકથા સાંભળો

આ ઉપરાંત, જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની જન્મકથા અવશ્ય સાંભળવી જોઈએ, કારણ કે આ કથા દરેક ભક્તને એ યાદ અપાવે છે કે પ્રકાશ હંમેશા અંધકારમય સમયમાં જ જન્મે છે – બરાબર એ જ રીતે જેમ શ્રીકૃષ્ણએ સંસારને દુષ્ટતાથી મુક્ત કરવા માટે જેલમાં જન્મ લીધો હતો.

પ્રાર્થના કરો

જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની સામે તમારી દરેક સમસ્યા માટે પ્રાર્થના કરો અને તેમના નામનો ભજન-કીર્તન કરો.

Share This Article