PM Surya Ghar Yojana: જો તમારો માસિક વીજળી વપરાશ 300 યુનિટ (kWh) હોય, તો તેના માટે સામાન્ય રીતે 3 kW (કિલોવોટ) ની ઓન-ગ્રીડ સોલાર સિસ્ટમ પૂરતી ગણાય છે. આ યોજના હેઠળ 1 થી 3 kW સુધીની સિસ્ટમો પર સરકારી સબસિડી મળે છે, જે ખર્ચને ઘટાડે છે. ફ્લેટ અથવા એપાર્ટમેન્ટમાં રહેતા ગ્રાહકોએ 3 kW સિસ્ટમ માટે આશરે 200-350 ચોરસ ફૂટ છતની જગ્યાની જરૂર પડશે. જોકે, ગ્રુપ હાઉસિંગ માટેના નેટ-મીટરિંગ અને ઇન્સ્ટોલેશનના નિયમો જાણવા માટે સ્થાનિક ડિસ્કોમ (DISCOM) નો સંપર્ક કરવો આવશ્યક છે.
વીજળીના સતત વધતા જતા દરો અને માસિક બિલ સામાન્ય માણસના બજેટ પર મોટો બોજ નાખે છે. આ ચિંતાને દૂર કરવા માટે પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવવી એ એક ટકાઉ અને અસરકારક ઉપાય છે. છત પર સોલાર પેનલ સિસ્ટમ લગાવીને, તમે તમારા ઘર માટે જરૂરી વીજળીનું ઉત્પાદન જાતે કરી શકો છો, જેના પરિણામે તમારું વીજળીનું બિલ ઘટીને શૂન્ય સુધી પહોંચી શકે છે. આ માત્ર આર્થિક જ નહીં, પણ પર્યાવરણની દૃષ્ટિએ પણ સકારાત્મક પગલું છે.

