Women Business Loan Schemes: આત્મનિર્ભર બનવાનું સપનું: પર્સનલ લોન મોંઘી પડે, તેથી આ ૫ ખાસ યોજનાઓ દ્વારા ઓછા વ્યાજે પોતાનો ધંધો શરૂ કરો

Arati Parmar
3 Min Read

Women Business Loan Schemes: શું તમે મહિલા છો અને બિઝનેસ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? ઘણા લોકો બિઝનેસ માત્ર એટલા માટે શરૂ નથી કરી શકતા, કારણ કે તેમની પાસે પર્યાપ્ત ફંડ નથી હોતું. તેથી લોકો લોન લેવાનું નક્કી કરે છે. મહિલાઓને લોન આપવા માટે બેંકો અને સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેથી તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે અને આત્મનિર્ભર બની શકે. છેલ્લા થોડા વર્ષોમાં આવા બિઝનેસની સંખ્યામાં ઘણો વધારો થયો છે, જેમાં મહિલા લીડર્સ તરીકે ઉભરી રહી છે. તેના દ્વારા મહિલા સશક્તિકરણની સાથે દેશના વિકાસને પણ વેગ મળી રહ્યો છે.

મોંઘી પડે છે પર્સનલ લોન :- પર્સનલ લોન લેવી તમને મોંઘી સાબિત થઈ શકે છે અને તેના દ્વારા બિઝનેસ શરૂ કરવો એ સમજદારી ભર્યું પગલું નથી. આ ઉપરાંત આવી લોન માટે સારો ક્રેડિટ સ્કોર હોવો પણ જરૂરી છે. મહિલાઓ પર્સનલ લોનની જગ્યાએ સરકાર દ્વારા ચલાવવામાં આવતી અમુક સ્કિમ્સનો લાભ પણ લઈ શકે છે.
મહિલાઓ માટે મુદ્રા લોન :- કેન્દ્ર સરકાર દ્વારા MSME સેક્ટરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના માત્ર મહિલાઓ માટે જ નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિ આ સ્કિમ હેઠળ લોન લઈને પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. આ યોજનાની શરૂઆત 8 એપ્રિલ, 2015ના રોજ થઈ હતી, જેમાં 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. પહેલા આ લિમિટ 10 લાખ રૂપિયા હતી.
ICICI બેંક સેલ્ફ હેલ્પ ગ્રુપ :- ICICI બેંક દ્વારા મહિલાઓ માટે એક ખાસ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં મહિલાઓને બિઝનેસ શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે છે. આ લોનની ચૂકવણી 3 વર્ષમાં કરી શકાય છે.
સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના :- આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ગ્રીન ફિલ્ડ એન્ટરપ્રાઇઝિસની શરૂઆત માટે 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે. આ લોનમાં 18 મહિનાનો મેરીટોરિયમ પીરિયડ હોય છે. લોનની ચૂકવણી 7 વર્ષમાં કરી શકાય છે.
સેન્ટ કલ્યાણી સ્કિમ:- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવતી આ સ્કિમમાં સર્વિસ સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં બિઝનેસ માટે મહિલાઓને એક કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પણ કોલેટરલ ફ્રી હોય છે.
PNB મહિલા ઉદ્યમી સ્કિમ :- પંજાબ નેશનલ બેંક દ્વારા મહિલા ઉદ્યમીઓ માટે ખાસ આ સ્કિમ ચલાવવામાં આવે છે. જેમાં મહિલાઓને 10 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. તેમાં મહિલાઓને 3 વર્ષ માટે ઓવરડ્રાફ્ટની સુવિધા અને 3થી 5 વર્ષની ટર્મ લોન મળે છે.
Share This Article