5 Great Records In IPL History: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ મેચ 3 જૂને રમાશે. આ લીગની લોકપ્રિયતા હવે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. દર વર્ષે માર્ચથી મે સુધીનો સમય ખાસ IPL માટે અલગ રાખવામાં આવે છે, જેમાં વિશ્વના તમામ ક્રિકેટ બોર્ડ પોતાના શ્રેષ્ઠ ખેલાડીઓને રમવા માટે મોકલે છે. માત્ર બે મહિનામાં ઘણા ખેલાડીઓ શ્રેષ્ઠ ખેલાડીઓની વિરુદ્ધ અને તેમની સાથે રમીને પોતાને શ્રેષ્ઠ બનાવે છે.
IPL પોતાની ટીમોની સંખ્યા અને વૈશ્વિક દર્શકોની સંખ્યા મામલે સતત વિસ્તાર કરી રહ્યું છે. દરેક પસાર થતા વર્ષ સાથે રમતની સ્પર્ધા અને તીવ્રતા વધી રહી છે. IPLમાં દર વર્ષે નવા રેકોર્ડ બને છે અને તૂટે છે. પરંતુ આ લીગના કેટલાક રેકોર્ડ એવા છે જેને તોડવા અશક્ય છે. અહીં અમે તમને IPL ઈતિહાસના 5 એવા રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ જેને તોડવા લગભગ અસંભવ છે.
IPL ડેબ્યૂમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર
બ્રેન્ડન મેક્કુલમ
18 એપ્રિલ 2008ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે મેચ રમી ત્યારે ક્રિકેટની દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ. અહીંથી IPL શરૂ થયું અને દુનિયાએ પહેલી વાર આ ફાસ્ટ ક્રિકેટનો અનુભવ કર્યો. એક ઈનિંગે ક્રિકેટનું ભવિષ્ય બદલી નાખ્યું. આ મેચમાં બ્રેન્ડન મેક્કુલમે માત્ર 73 બોલમાં 158 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 13 છગ્ગા સામેલ હતા. 2008માં આવી આક્રમક બેટિંગ વન-ડેમાં પણ ભાગ્યે જ જોવા મળતી હતી. આ રેકોર્ડ IPL ડેબ્યૂ પર કોઈ બેટ્સમેન દ્વારા સૌથી મોટો સ્કોર છે. IPLમાં માત્ર ક્રિસ ગેલે આનાથી વધુ રન બનાવ્યા છે. તેમણે 2013માં પુણે વોરિયર્સ ઈન્ડિયા સામે 66 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા.
IPLમાં ત્રણ વખત MVP એવોર્ડ જીતનાર એકમાત્ર ખેલાડી – સુનીલ નારાયણ
સુનીલ નારાયણે 2012, 2018 અને 2024માં IPLમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP) નો ખિતાબ જીત્યો છે. ખાસ કરીને 2024ની સીઝનમાં તેનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. તે સીઝનમાં ‘ઇમ્પેક્ટ પ્લેયર’ નિયમ લાગુ હતો, અને નારાયણે કુલ 450 MVP પોઈન્ટ હાંસલ કર્યા હતા.
તે સીઝનમાં બીજો સર્વશ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી હતો, જેણે 315.5 પોઈન્ટ બનાવ્યા હતા. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ખેલાડી એક સીઝનમાં 400 પોઈન્ટનો આંકડો પાર નથી કરી શક્યો. આની સૌથી નજીક જોસ બટલર (2022માં 387) અને શેન વોટસન (2013માં 386) રહ્યા છે.
IPLમાં એક સિઝનમાં તમામ બહારની મેચ જીતનાર ટીમ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
IPL 2025માં RCB એ કંઈક ખાસ કરી દેખાડ્યું છે. ફાઈનલ પહેલા જ RCBએ પોતાની તમામ અવે (બહારની) મેચમાં જીત હાંસલ કરી લીધી છે. લીગ સ્ટેજમાં તેણે 7 બહારની મેચ કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, જયપુર, મુલ્લાનપુર, દિલ્હી અને લખનઉ જીતી હતી. આ ઉપરાંત ક્વોલિફાયર 1માં પણ RCBએ મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે 8 વિકેટથી જીત મેળવી હતી. આમ RCBનો એક સિઝનમાં અવે રેકોર્ડ 8-0 રહ્યો છે. RCB ફાઈનલમાં હોમ ટીમ તરીકે રમશે તેથી આ સિઝનમાં તેનો 100% અવે રેકોર્ડ હંમેશા રહેશે.
સૌથી ઓછા પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય કરનારી ટીમ – સનરાઈઝર્સ હૈદરાબાદ
IPL 2019માં કંઈક અનોખું બન્યું હતું. SRHએ પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું, પરંતુ માત્ર 12 પોઈન્ટ સાથે. આમ, ઈતિહાસમાં સૌથી ઓછા પર પોઈન્ટ પર કોઈ ટીમ માટે ક્વોલિફાય કરવું. તે વર્ષે MI, CSK અને DCના 18 પોઈન્ટ હતા અને તેણે આરામથી ક્વોલિફાય કર્યું હતું. પરંતુ KKR, SRH અને PBKS બધાના 12 પોઈન્ટ હતા. SRHના સારા નેટ રન રેટને કારણે ક્વોલિફાય થયું. આજના સમયમાં જ્યારે ટીમોની સંખ્યા વધી ગઈ છે, ત્યારે 12થી ઓછા પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થવું લગભગ અસંભવ લાગે છે.
3 IPL સીઝનમાં 6થી ઓછો ઈકોનોમી રેટ: સુનીલ નારાયણ
સુનીલ નારાયણ વધુ એક અવિશ્વસનીય રેકોર્ડનો માલિક છે. તે IPLના ઈતિહાસમાં એકમાત્ર બોલર છે જેણે ઓછામાં ઓછી 14 મેચની સીઝનમાં ત્રણ વખત 6 થી ઓછો ઈકોનોમી રેટ રાખ્યો છે. લસિથ મલિંગા, ડેલ સ્ટેન, રાશિદ ખાન, મુથૈયા મુરલીધરન અને અનિલ કુંબલે જેવા દિગ્ગજ બોલરો પણ આ સિદ્ધિ માત્ર એક જ વાર હાંસલ કરી શક્યા છે. નારાયણે પોતાના ચરમ પર (2012-2014) લગભગ બેટ્સમેનોને બાંધીને રાખ્યા હતા. 2012માં 5.48, 2013માં 5.47 અને 2022માં 5.57નો ઈકોનોમી રેટ રહ્યો.