વિશ્વ કપ બાદ ટીમ ઇન્ડિયાનું બિઝી શેડયૂલ છે. વર્લ્ડ કપની

newzcafe
3 Min Read

વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટનો ભરચક કાર્યક્રમ


વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટનો ભરચક કાર્યક્રમ


દિલ્હી, તા.22: વિશ્વ કપ બાદ ટીમ ઇન્ડિયાનું બિઝી શેડયૂલ છે. વર્લ્ડ કપની સમાપ્તિના ઠીક પાંચ દિવસ બાદ આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી શરૂ થશે. આ શ્રેણીની સમાપ્તિ બાદ ટીમ ઇન્ડિયા ડિસેમ્બરમાં દ. આફ્રિકાના પ્રવાસે જશે. જ્યાં ત્રણ ટી-20 મેચ, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. જે વર્ષ 2023ની આખરી સિરીઝ હશે. આ પછી 11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી ઘરઆંગણે રમાશે. જે વર્ષ 2024ની ટીમ ઇન્ડિયાની પહેલી ઇન્ટરનેશનલ સિરીઝ હશે. જેની શરૂઆત 11 જાન્યુઆરીથી થશે. 2024માં ભારતીય ટીમ 4 દેશ સામે 1પ ટેસ્ટ મેચ રમવાની છે. આ તમામ ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના હિસ્સા હશે. આથી ટીમ ઇન્ડિયા ટેસ્ટ શ્રેણીના દરેક મેચ મહત્ત્વના બની રહેશે જ્યારે હવે પછીનો ટી-20 વર્લ્ડ કપ 6 મહિના પછી જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ-અમેરિકામાં રમાશે.


વર્ષ 2024ના જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડની ટીમ ત્રણ વર્ષ બાદ ભારત પ્રવાસે આવશે. જે દરમિયાન પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ શ્રેણીની શરૂઆત 2 ફેબ્રુઆરીથી થશે. શ્રેણીનો એક ટેસ્ટ રાજકોટમાં રમાશે. આ શ્રેણીનો પાંચમો અને આખરી ટેસ્ટ તા. 7થી 11 માર્ચ દરમિયાન રમાશે.


ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ બાદ માર્ચના અંતથી લગભગ આઇપીએલ શરૂ થશે અને તે બે મહિના સુધી ચાલશે. રિપોર્ટ અનુસાર આઇપીએલની 14મી સિઝનનો આરંભ તા. 23 કે 24 માર્ચથી થશે અને 20 મે સુધી ચાલશે.  આ દરમિયાન 10 ટીમ વચ્ચે કુલ 74 મેચ રમાશે.


આઇપીએલની સમાપ્તિ બાદ તુરંત ટી-20 વર્લ્ડ કપ વેસ્ટઇન્ડિઝ-અમેરિકા ખાતે રમાશે. જેમાં 20 ટીમ હિસ્સો લેશે. પ-પ ટીમને 4-4ના ગ્રુપમાં રાખવામાં આવશે. જેમાંથી ટોચની 2-2 ટીમ સુપર-8 રાઉન્ડમાં પહોંચશે. જેમાંની ટોચની 4 ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે.


જૂનમાં ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયા એકાદ મહિના સુધી મેદાનની બહાર રહેશે. સપ્ટેમ્બરમાં ભારતીય ટીમ શ્રીલંકા જશે અને ત્યાં 3 વન ડે અને 3 ટી-20 શ્રેણી રમશે. ઓક્ટોબરમાં ભારતીય ટીમ ઘરઆંગણે ન્યુઝિલેન્ડનો સામનો કરશે. કિવિઝ સામે 3 ટેસ્ટ મેચ રમાશે.


નવેમ્બર – ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ભારતીય ખેડશે અને વર્ષનો અંત કરશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

Share This Article