Virender Sehwag Son Aaryavir: ઑસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. આ પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં ભારતીય ટીમના સ્ટાર બેટર રહેલા વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગને સ્થાન મળ્યું છે. બંને ટીમો વચ્ચે ત્રણ વનડે મેચ અને બે મલ્ટી-ડે મેચ રમાશે. 18 સપ્ટેમ્બરે રાજકોટમાં પ્રવાસની પ્રથમ મેચ રમાશે.
આર્યવીરને વનડે સિરીઝમાં તક
આર્યવીર સેહવાગને વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. હાલમાં તે દિલ્હી પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. 19 ઑક્ટોબર 2007ના રોજ જન્મેલો આર્યવીર 18 વર્ષનો છે. આર્યવીર ટોપ ઓર્ડરનો બેટર છે. આ ટીમમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને હેડ કોચ રહેલા રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને પણ સ્થાન મળ્યું છે. અન્વય વિકેટકીપર બેટર છે. લક્ષ્ય રાયચંદાની આ ટીમની કેપ્ટનશિપ કરી રહ્યા છે.
અન્વય દ્રવિડે જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય અંડર-19 ટીમ માટે બે વનડે રમી હતી. તેમાં તેણે 87 અને 14 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 117નો હતો. તેને ફરી એકવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મલ્ટી-ડે સિરીઝ માટે યશવર્ધન ચૌહાણને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.
ભારત અંડર-19 વનડે ટીમ: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), યશવર્ધન ચૌહાણ (વાઇસ કેપ્ટન), રજત બઘેલ, આર્યવીર સેહવાગ, વીકે વિનિત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ, વી યશવીર, રોહિત યાદવ, શવિન વિનોદ, મોહિત ઉલ્વા, ચિગુરુપતિ વેંકટ, કાવ્યા પટેલ.
ભારત અંડર-19 મલ્ટી-ડે ટીમ: યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાની (વાઇસ કેપ્ટન), સાગર વર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણા, અભિપ્રાય વિશ્વાસ, રોહિત યાદવ, ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલવા, આર્યન યાદવ.
ઑસ્ટ્રેલિયા અંડર-19 ટીમના ભારત પ્રવાસનું શેડ્યૂલ
| તારીખ | મેચ | સમય (IST) | સ્થળ |
|---|---|---|---|
| 18 સપ્ટેમ્બર 2026 | પ્રથમ વનડે | સવારે 9:00 વાગ્યે | રાજકોટ |
| 21 સપ્ટેમ્બર 2026 | બીજી વનડે | સવારે 9:00 વાગ્યે | રાજકોટ |
| 23 સપ્ટેમ્બર 2026 | ત્રીજી વનડે | સવારે 9:00 વાગ્યે | રાજકોટ |
| 27-30 સપ્ટેમ્બર 2026 | પ્રથમ મલ્ટી-ડે મેચ | સવારે 9:30 વાગ્યે | રાજકોટ |
| 5-8 ઑક્ટોબર 2026 | બીજી મલ્ટી-ડે મેચ | સવારે 9:30 વાગ્યે | અમદાવાદ |

