ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ જીતીને 4 જૂન, ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી. ટીમ ઈન્ડિયાની વિજયયાત્રા નિહાળવા માટે મરીન ડ્રાઈવ ખાતે ક્રિકેટ પ્રેમીઓ ઉમટ્યા હતા. ટીમ ઈન્ડિયાએ વાનખેડે ખાતે ભવ્ય ઉજવણી કરી હતી. તો ચાહકોએ ટીમ ઈન્ડિયાનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું. જો કે સેલિબ્રેશન બાદ વિરાટ કોહલી લંડન જવા માટે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

વિરાટ પત્ની અનુષ્કા શર્મા સાથે T20 વર્લ્ડ કપની જીતની ઉજવણી કરવા લંડન ગયો છે. એરપોર્ટ પર તેનો એક વીડિયો સામે આવ્યો છે. વિરાટનો વીડિયો પાપારાઝીના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કિંગ કોહલી ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે. વિરાટ અનુષ્કા અને પરિવાર સાથે ઉજવણી કરવા લંડન ગયો છે. તેના વીડિયો પર નેટીઝન્સે કોમેન્ટ કરી છે.
વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટે સ્ટેડિયમમાંથી અનુષ્કાને વીડિયો કોલ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ પછી તે વિજય યાત્રા દરમિયાન અનુષ્કા સાથે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળ્યો હતો. અનુષ્કા અને વિરાટ એક પરફેક્ટ કપલ છે. અનુષ્કાએ હંમેશા વિરાટને તેના મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. વિરાટ અને અનુષ્કાએ 2017માં લગ્ન કર્યા અને નવી જિંદગીની શરૂઆત કરી. 2021માં અનુષ્કાએ તેની પ્રથમ પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. થોડા મહિના પહેલા અનુષ્કા અને વિરાટ તેમના બીજા બાળક અકાયના માતા-પિતા બન્યા હતા.

