અત્યાર સુધી આપણે કેટલીય ટાઈપના વીમા વિષે સાંભળ્યું છે.અને હકીકતમાં સમયની માંગ અને જરૂરિયાત મુજબ, વીમા યોજનાઓમાં પણ અલગ અલગ સ્થિતિ, કે સેગ્મેન્ટ ઉમેરવા પડતા હોય છે.કેમ ,કે, વીમાનું કામ જ નુકસાન સામે વળતર કે પ્રોટેક્શન આપવાનું કામ હોય છે.ત્યારે હાલ માં જ જયારે ગ્લોબલ વોર્મિંગના પગલે આપણી આસપાસનું તાપમાન વધી ચૂક્યું છે અને તેની સીધી અસર લોકોની જિંદગી પર પડે છે ત્યારે હવે એક નવા જ વીમાનું સર્જન કરવામાં આવ્યું છે.ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં જ 50 હજાર સ્વરોજગાર ભારતીય મહિલાઓને તાપમાન વીમો ચૂકવવામાં આવ્યો છે. આ પ્રકારનું પેમેન્ટ પ્રથમ વખત થયું છે. ઉષ્ણતામાન વીમો એક એવી યોજના છે જેના હેઠળ, ભારે ગરમીના કિસ્સામાં, તે મહિલાઓને ચૂકવણી કરવામાં આવશે જેમનું કામ ગરમીને કારણે અસરગ્રસ્ત થયું છે.

18 થી 25 મેની વચ્ચે ભારતના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. તેના બદલામાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રની આ મહિલાઓને 400 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.જે અન્વયે ત્રણ કરોડ રૂપિયાની ચુકવણી આ યોજના આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા ‘Climate Resilience for All’ (CRA) દ્વારા ભારતમાં મહિલાઓ માટે કામ કરતી સંસ્થા ‘Self-Employed Women’s Association’ (SEWA) ના સહયોગથી શરૂ કરવામાં આવી છે.
સીઆરએના સીઇઓ કેથી બૉગમેન મેકલિયોડે જણાવ્યું હતું કે, “આ પ્રથમ વખત છે જ્યારે સીધી રોકડ ચૂકવણીને વીમા યોજના સાથે જોડવામાં આવી છે જે મહિલાઓને આર્થિક રીતે મદદ કરવા માટે મદદ કરે છે જેમની આવક પર ભારે ગરમીથી અસર થઈ રહી છે.”400 રૂપિયાની આ ચુકવણી ઉપરાંત, લગભગ 92 ટકા મહિલાઓને 1,600 રૂપિયા સુધીની વધારાની ચુકવણી પણ મળી હતી, જે સ્થાનિક પરિસ્થિતિઓ અને ઉનાળાના સમયગાળાના આધારે નક્કી કરવામાં આવે છે. આ યોજના હેઠળ કુલ 3 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.આ વીમા યોજના સ્વિટ્ઝર્લેન્ડની કંપની Swiss Re અને ભારતની ICICI લોમ્બાર્ડના સહયોગથી ચલાવવામાં આવી છે.
આબોહવા પરિવર્તન અને વીમા યોજનાઓ
ઘણા નીતિ નિષ્ણાતોએ વીમા યોજનાઓને મોસમી આફતોથી પ્રભાવિત નબળા વર્ગો માટે નાણાકીય સહાયના એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે વિચારવાનું શરૂ કર્યું છે. આવી યોજનાઓ ઘણા દેશોમાં શરૂ કરવામાં આવી છે. યુનાઈટેડ નેશન્સ સંસ્થા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એ ઈન્સ્યોરન્સ એન્ડ રિસ્ક ફાઈનાન્સ ફેસિલિટી નામથી સંસ્થાની સ્થાપના કરી છે.
આ સંસ્થા વિશ્વભરમાં વીમા ક્ષેત્રમાં મોટી કંપનીઓ અને સરકારો સાથે મળીને કામ કરે છે. 33 દેશોમાં કામ કરતી આ સંસ્થાનો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તનના કારણે આપત્તિના સમયે મજબૂત નાણાકીય આધાર પૂરો પાડવાનો છે, જે નબળા વર્ગને મદદ કરી શકે.યુએનડીપી અનુસાર, વિકાસશીલ દેશો આબોહવા પરિવર્તનને કારણે સર્જાતી આફતો માટે સૌથી ઓછા તૈયાર છે. આમાં, સ્ત્રીઓ સૌથી વધુ જોખમમાં છે કારણ કે વિશ્વભરની ગરીબ વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં વધુ છે.
આબોહવા પરિવર્તન અને ગરીબ
યુએનડીપીમાં ઈન્સ્યોરન્સ એન્ડ રિસ્ક ફાઈનાન્સ ફેસિલિટીના ટીમ લીડર યાન કેલેટ લખે છે કે આપત્તિ સામે વીમા યોજનાઓ અને નાણાકીય સહાય માત્ર જીવન બચાવી શકતી નથી પરંતુ યુએનના વિકાસના લક્ષ્યોને હાંસલ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.કેલેટ કહે છે, “હવામાનની આફતોને કારણે વીમાનો અભાવ લાખો લોકોને ગરીબીમાં ધકેલી શકે છે કારણ કે વિકાસશીલ દેશોમાં મોટા ભાગના લોકો પાસે આપત્તિઓથી થતા નુકસાનમાંથી પુનઃપ્રાપ્ત કરવા માટે સંસાધનો નથી.”
યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP)નો અંદાજ છે કે આ સદીના અંત સુધીમાં, આબોહવા પરિવર્તનને કારણે વિશ્વભરમાં લગભગ 15 મિલિયન લોકો દરિયાઈ સપાટીના વધારાથી પ્રભાવિત થશે. આમાંના ઘણા લોકો ગરીબીમાં આવવાની સંભાવના છે.એકલા 2030 સુધીમાં 13 કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે જશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ લોકો ક્લાઈમેટ ચેન્જનો સૌથી વધુ ભોગ બનશે જ્યારે ગ્લોબલ વોર્મિંગમાં તેમનો ફાળો સૌથી ઓછો છે. વિશ્વના સૌથી ગરીબ 3.5 અબજ લોકો કુલ કાર્બન ઉત્સર્જનના માત્ર 10 ટકા માટે જવાબદાર છે.
by : Reena brahmbhatt

