વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે ઉજવાયો દિવાળીનો તહેવાર, સૌ ભાવુક થયા
સુરતઃ દિવાળીના તહેવાર નિમિત્તે સુરતની ડિંડોલી પોલીસે શહેરના અનાથ બાળકોને યાદગાર ભેટ આપી હતી. પોલીસે બાળકોને લક્ઝુરિયસ કારમાં બેસાડી શહેરની આસપાસ વૃદ્ધાશ્રમમાં લઈ જઈ વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
જ્યારે બાળકોને BMW, મર્સિડીઝ, ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કારમાં વૃદ્ધાશ્રમમાં લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય ખૂબ જ ભાવુક હતું. બાળકો અને વડીલોના ચહેરા પર ખુશીની ચમક દેખાતી હતી. પોલીસે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કપડાંનું પણ વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે એસીપી વી.એમ. જાડેજાએ કહ્યું કે, “અમે ઈચ્છતા હતા કે દિવાળીની ખુશી આ બાળકોના ચહેરા પર પણ દેખાય. તેથી જ અમે આ નાની પહેલ કરી છે.”