Australia vs Bangladesh: ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશ મજબૂત સ્થિતિમાં, તંઝિદ હસનની શાનદાર સદીથી 153 રનની લીડ

Arati Parmar
2 Min Read

Australia vs Bangladesh: ડાર્વિન ટેસ્ટના બીજા દિવસે બાંગ્લાદેશે પલટવાર કર્યો, ઓસ્ટ્રેલિયા પર 153 રનની મજબૂત સરસાઈ

Australia vs Bangladesh: ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ડાર્વિનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પૂર્ણ થયો છે. બીજા દિવસની સમાપ્તિએ બાંગ્લાદેશે 153 રનની લીડ મેળવી ઓસ્ટ્રેલિયા સામે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. બાંગ્લાદેશે બીજા દિવસની રમત 1 વિકેટના નુકસાન પર 96 રનથી શરૂ કરી હતી. બીજા દિવસે બાંગ્લાદેશના બેટરોએ શાનદાર બેટિંગ કરી અને આખો દિવસ ઓસ્ટ્રેલિયાના બોલરો પર દબાણ જાળવી રાખ્યું.

તંઝિદ હસને ફટકારી શાનદાર સદી

બાંગ્લાદેશ તરફથી બે શાનદાર ઇનિંગ્સ જોવા મળી. ઓપનિંગ બેટર તંઝિદ હસને 197 બોલમાં 101 રનની ઇનિંગ્સ રમી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈ બાંગ્લાદેશી બેટરનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. હસને પોતાની બીજી જ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી છે. આ ઉપરાંત કેપ્ટન નજમુલ હસન શાંતોએ 84 રનની ઇનિંગ્સ રમી. શાંતો સદીથી ચૂકી ગયા, પરંતુ તેમની ઇનિંગ્સ બાંગ્લાદેશને લીડ અપાવવામાં મહત્વપૂર્ણ રહી.

- Advertisement -

153 રનની થઈ લીડ

મોમિનુલ હક 49 અને મુશ્ફિકુર રહમાને 36 રન બનાવી આઉટ થયા. મહેદી હસન મિરાજ 32 અને હસન મહમૂદ 13 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. બાંગ્લાદેશે દિવસની સમાપ્તિ સુધી 6 વિકેટે 351 રન બનાવી ઓસ્ટ્રેલિયા સામે 153 રનની લીડ મેળવી લીધી છે. વોર્મ-અપ મેચમાં નિરાશાજનક બેટિંગને કારણે ટીકાનો સામનો કરનારી બાંગ્લાદેશે હવે પોતાની બેટિંગથી ઓસ્ટ્રેલિયાના બોલરોને આશ્ચર્યચકિત કરી દીધા છે, જ્યારે પોતાના ક્રિકેટ ચાહકોને ખુશી આપી છે.

સ્ટાર્ક અને હેઝલવુડે લીધી 2-2 વિકેટ

ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને 2-2 વિકેટ મળી છે, જ્યારે કેપ્ટન પેટ કમિન્સ અને નાથન લાયોને 1-1 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 8 બોલરોનો ઉપયોગ કરી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ પહેલા દિવસે (ગુરુવારે) 198 રન પર સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સર્વાધિક 71 રનની ઇનિંગ્સ પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે રમી હતી.

- Advertisement -
Share This Article