Baseball Player Shohei Ohtani : શોહેઈ ઓટાની જાપાનનો એક વ્યાવસાયિક બેઝબોલ ખેલાડી છે. તે હાલમાં મેજર લીગ બેઝબોલ (MLB) માં લોસ એન્જલસ ડોજર્સ માટે રમે છે, જ્યાં તે એક સાથે હિટર અને પિચર બંને રમે છે. તેનું ઉપનામ ‘શોટાઇમ’ છે. અગાઉ, તે MLB માં લોસ એન્જલસ એન્જલ્સ માટે અને જાપાનની નિપ્પોન પ્રોફેશનલ બેઝબોલ (NPB) લીગમાં હોક્કાઇડો નિપ્પોન-હેમ ફાઇટર્સ માટે રમી ચૂક્યો છે.
2024 માં, ઓટાનીએ લોસ એન્જલસ ડોજર્સ સાથે 10 વર્ષનો, $700 મિલિયનનો કરાર કર્યો હતો. તે સમયે, તે વ્યાવસાયિક રમતોના ઇતિહાસમાં સૌથી મોટો કરાર હતો. સપ્ટેમ્બર 2023 માં તેણે ટોમી જોન સર્જરી કરાવી હતી. આજે આપણે આ ખેલાડી વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે તે બે ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી કરતાં એન્ડોર્સમેન્ટ દ્વારા વધુ પૈસા કમાય છે.
ઓટાની એન્ડોર્સમેન્ટથી કેટલા પૈસા કમાય છે?
ફોર્બ્સની ‘વિશ્વના ૫૦ સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓ’ની યાદી અનુસાર, ઓટાનીએ કુલ ૧૦૨.૫ મિલિયન ડોલરની કમાણી કરીને સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ આવકમાંથી ૧૦૦ મિલિયન ડોલર જાહેરાતો (એન્ડોર્સમેન્ટ)માંથી આવ્યા છે, જ્યારે રમતગમતમાંથી તેમની કમાણી માત્ર ૨.૫ મિલિયન ડોલર છે. આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી જેવા સ્ટાર્સથી સંપૂર્ણપણે અલગ છે, જેમની મોટાભાગની કમાણી રમતના કરારોમાંથી આવે છે.
રોનાલ્ડો આ યાદીમાં ટોચ પર છે, જેમની કુલ કમાણી ૨૭૫ મિલિયન ડોલર છે. આમાંથી ૨૨૫ મિલિયન ડોલર રમતના પગારમાંથી અને ૫૦ મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટમાંથી આવ્યા છે. તેમના પછી સ્ટીફન કરીનો નંબર આવે છે, જેમણે ૧૫૬ મિલિયન ડોલર કમાયા છે, જેમાં ૧૦૦ મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટમાંથી આવ્યા છે. બોક્સર ટાયસન ફ્યુરી ૧૪૬ મિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે છે, જેની મોટાભાગની કમાણી તેની લડાઈઓમાંથી આવે છે. અન્ય જાણીતા ખેલાડીઓમાં NFL ક્વાર્ટરબેક ડાક પ્રેસ્કોટ અને ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સીનો સમાવેશ થાય છે, જેમણે $135 મિલિયન કમાયા છે અને સારી રકમ એન્ડોર્સમેન્ટમાંથી મળી છે.