Delhi Capitals Top 5 Run Chase: IPL માં દિલ્હી કેપિટલ્સના 5 સૌથી મોટા રન ચેઝ, ક્યારેક આશુતોષ શર્મા તો ક્યારેક રિષભ પંત છવાયા

Arati Parmar
3 Min Read
Delhi Capitals Top 5 Run Chase

Delhi Capitals Top 5 Run Chase: આઈપીએલ 2026 ની 43મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચને દિલ્હી કેપિટલ્સે 7 વિકેટે પોતાના નામે કરી લીધી. રાજસ્થાન રોયલ્સ પ્રથમ ઇનિંગમાં 225 રન બનાવીને હારી ગઈ. ચાલો જાણીએ આઈપીએલના ઇતિહાસમાં દિલ્હી દ્વારા ચેઝ કરવામાં આવેલા 5 સૌથી મોટા રન ચેઝ વિશે.

દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ રાજસ્થાન રોયલ્સ (226)

દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2026 માં રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ જયપુરમાં 226 રનનો મોટો ટાર્ગેટ ચેઝ કર્યો. આ આઈપીએલમાં તેમનો સૌથી મોટો રન ચેઝ છે. કેએલ રાહુલે દિલ્હી માટે સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. પથુમ નિસાંકાએ પણ 62 રન બનાવ્યા. અંતમાં આશુતોષ શર્મા 25 તો ટ્રિસ્ટન સ્ટબ્સ 18 રન બનાવીને અણનમ રહ્યા.

- Advertisement -

દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ (210)

દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ વિરૂદ્ધ 2025 માં 210 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તે મેચમાં ડીસી માટે સર્વાધિક 66 રન આશુતોષ શર્માએ બનાવ્યા હતા. તે અણનમ રહ્યો હતો. વિપ્રજ નિગમે પણ 39 રનની ઝડપી ઇનિંગ રમી હતી.

દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ ગુજરાત લાયન્સ (209)

દિલ્હી કેપિટલ્સે 2017 માં ગુજરાત લાયન્સ વિરૂદ્ધ 209 રનનો ટાર્ગેટ 17.3 ઓવરમાં ચેઝ કર્યો હતો. રિષભ પંત અને સંજુ સેમસન દિલ્હી માટે આ મેચમાં હીરો રહ્યા હતા. પંતે 97 રન બનાવ્યા હતા જ્યારે સંજુએ 61 રન બનાવ્યા હતા.

- Advertisement -

દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ પંજાબ કિંગ્સ (207)

આઈપીએલ 2025 માં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ વિરૂદ્ધ 207 રનનો ટાર્ગેટ 19.3 ઓવરમાં ચેઝ કર્યો હતો. દિલ્હીએ 6 વિકેટ બાકી રહેતા મેચ પોતાના નામે કરી લીધી હતી. જયપુરમાં આ મુકાબલો રમાયો હતો. આ મેચમાં સમીર રિઝવીએ અણનમ 58 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ અને ફાફ ડુપ્લેસીએ મળીને સારી શરૂઆત આપી હતી. બંને વચ્ચે 55 રનની ભાગીદારી થઈ હતી.

દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ ગુજરાત લાયન્સ (196)

આઈપીએલ 2017 ની સીઝનમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત લાયન્સ વિરૂદ્ધ 196 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. દિલ્હીએ 2 વિકેટ બાકી રહેતા મેચ 19.4 ઓવરમાં જીતી હતી. આ મુકાબલો કાનપુરમાં રમાયો હતો. શ્રેયસ અય્યરે આ મેચમાં દિલ્હી માટે 96 રનની ઇનિંગ રમી હતી.

- Advertisement -

આ પણ વાંચો: IPL Action On Kyle Jamieson: કાઇલ જેમિસને સૂર્યવંશીને આઉટ કર્યા બાદ આક્રમક ઉજવણી કરતા IPL એ લીધા કડક પગલાં – Newz Cafe

Share This Article