ICC T20 Rankings માં ભારતીય ખેલાડીઓનો દબદબો, અભિષેક શર્મા બીજા સ્થાને પહોંચ્યા

Arati Parmar
1 Min Read

ICC T20 Rankings: ICCની તાજી T20 રેન્કિંગમાં ભારતના ખેલાડીઓને જબરદસ્ત ફાયદો થયો છે. બેટ્સમેનોમાં ઈશાન કિશન ટોચ પર યથાવત છે. જ્યારે અભિષેક શર્માને એક સ્થાનનો ફાયદો થતાં તે પાકિસ્તાનના શાહિબઝાદા ફરહાનને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયા છે. હવે આ બંને ખેલાડીઓ વચ્ચે પ્રથમ સ્થાન માટે મુકાબલો થશે. બંને વચ્ચે 51 રેટિંગ પોઇન્ટનું અંતર છે. સંજુ સેમસનને પણ 4 સ્થાનનો ફાયદો થયો છે. તે બેટ્સમેનોની રેન્કિંગમાં 30મા સ્થાને પહોંચી ગયા છે.

બોલરોમાં જસપ્રીત બુમરાહને 7 સ્થાનનો ફાયદો થયો છે અને તે 10મા સ્થાને પહોંચી ગયા છે. વરુણ ચક્રવર્તીને બે સ્થાનનો સુધારો થયો છે અને તે T20ના ટોચના 5 બોલરોમાં સામેલ થઈ ગયા છે. અર્શદીપ સિંહને 11 સ્થાનનો ફાયદો થયો છે અને તે 14મા સ્થાને પહોંચી ગયા છે. અક્ષર પટેલને પણ 6 સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે બોલરોની રેન્કિંગમાં 27મા સ્થાને આવી ગયા છે.

- Advertisement -
Share This Article