IND vs ENG T20: બ્રિસ્ટલમાં ટીમ ઇન્ડિયાની કારમી હાર, ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ ગુમાવી, 13.5 ઓવરમાં જ મેચ જીતીને યજમાને રચ્યો ઇતિહાસ

Arati Parmar
3 Min Read

IND vs ENG T20: ફિલ સાલ્ટ અને હેરી બ્રુકની અતૂટ શતકીય ભાગીદારીના દમ પર ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાયેલી ટી20 સિરીઝની ચોથી મેચ 9 વિકેટથી પોતાના નામે કરી લીધી છે. આ સાથે યજમાન ટીમે પાંચ મેચોની સિરીઝમાં 3-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. હવે સિરીઝની પાંચમી અને અંતિમ મેચ 11 જુલાઈએ સાઉથમ્પટનમાં રમાવાની છે.

ઈંગ્લેન્ડે 159 રનના લક્ષ્યાંકને 13.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો. એટલે કે ટીમને 36 બોલ બાકી રહેતા જીત મળી. 150 થી વધુનો સ્કોર બનાવ્યા બાદ ટીમ ઇન્ડિયાની બોલ બાકી રહેતા ટી20 ઇન્ટરનેશનલમાં આ સૌથી મોટી હાર છે. ઓવરઓલ ટી20 ઇન્ટરનેશનલમાં આ પહેલા ભારતને ફક્ત બે વાર જ આનાથી વધુ બોલ બાકી રહેતા હારનો સામનો કરવો પડ્યો છે.

- Advertisement -

ટી20 ઇન્ટરનેશનલમાં ભારતની બોલ બાકી રહેતા સૌથી મોટી હાર

52 બોલ vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, 2008

- Advertisement -

40 બોલ vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, 2025

37 બોલ vs ઈંગ્લેન્ડ, બ્રિસ્ટલ, 2026

- Advertisement -

33 બોલ vs ન્યૂઝીલેન્ડ, દુબઈ, 2021

33 બોલ vs શ્રીલંકા, કોલંબો, 2021

150 થી વધુનો સ્કોર બનાવી બોલ બાકી રહેતા સૌથી મોટી હાર (ફુલ મેમ્બર ટીમ)

60 બોલ- IND વિરુદ્ધ NZ, ગુવાહાટી, 2026

43 બોલ- NZ વિરુદ્ધ SA, કોલકાતા, T20 WC 2026

37 બોલ- WI વિરુદ્ધ SA, કિંગ્સ્ટન, 2024

37 બોલ- ENG વિરુદ્ધ IND, બ્રિસ્ટલ, 2026

33 બોલ- ENG વિરુદ્ધ PAK, લાહોર, 2022

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ઓવરોમાં 7 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયા 48 ના સ્કોર સુધી પોતાની 3 વિકેટ ગુમાવી ચૂકી હતી. અહીંથી કેપ્ટન શ્રેયસ અય્યરે મોરચો સંભાળ્યો. તેમણે શિવમ દુબે સાથે ચોથી વિકેટ માટે 43 બોલમાં 53 રન જોડ્યા. દુબે 23 બોલમાં 22 રન બનાવી આઉટ થયા. અય્યર 49 બોલમાં 5 સિક્સ અને 4 ફોર સાથે 80 રન બનાવી અણનમ રહ્યા.

IND vs ENG T20: ટીમ ઇન્ડિયાને બીજી ટી20 માં મળી હાર, આ ખેલાડી બન્યો વિલન

આના જવાબમાં ઈંગ્લેન્ડે માત્ર 13.5 ઓવરમાં મુકાબલો પોતાના નામે કરી લીધો. યજમાન ટીમને 2.3 ઓવરમાં જોસ બટલરના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો, જે 8 રન બનાવી આઉટ થયા. અહીંથી કેપ્ટન હેરી બ્રુકે ફિલ સાલ્ટ સાથે મોરચો સંભાળ્યો. બંને ખેલાડીઓએ 68 બોલમાં 146 રનની અતૂટ ભાગીદારી કરી. પ્લેયર ઓફ ધ મેચ બ્રુક 35 બોલમાં 4 સિક્સ અને 8 ફોર સાથે 79 રન બનાવી અણનમ રહ્યા, જ્યારે સાલ્ટે 42 બોલમાં 10 બાઉન્ડ્રી સાથે અણનમ 59 રન બનાવ્યા.

Share This Article