IND vs NZ T20: સંજુ સેમસન-અભિષેક શર્માની જોડીએ KL રાહુલ અને રોહિત શર્માના રેકોર્ડની કરી બરાબરી

Arati Parmar
3 Min Read

IND vs NZ T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 મેચમાં ભારતીય ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્માએ શરૂઆતની પાવરપ્લેમાં જ તોફાની બેટિંગ કરીને કીવી બોલરોની ધુલાઈ કરી નાખી. બંને બેટ્સમેનોએ મેદાન પર પગ મૂકતાં જ આક્રમક વલણ અપનાવ્યું અને મેદાનના દરેક ખૂણે બાઉન્ડરી ફટકારી. પાવરપ્લે એટલે કે પ્રથમ 6 ઓવરમાં જ બંનેએ મળીને વિસ્ફોટક અંદાજમાં રન બનાવ્યા અને ટીમ ઇન્ડિયાને વિશાળ લક્ષ્યાંક તરફ મજબૂત શરૂઆત અપાવી.

6 ઓવરમાં ફટકાર્યા 94 રન

ઇનિંગની શરૂઆત કરવા આવેલા સંજુ સેમસન અને અભિષેક શર્માની જોડીએ શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડના બોલરો પર દબાણ જાળવી રાખ્યું. સંજુ સેમસને માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી (50 રન) પૂરી કરી, જ્યારે બીજા છેડેથી અભિષેક શર્માએ પણ માત્ર 12 બોલમાં 29 રનની તોફાની ઇનિંગ રમીને તેને સંપૂર્ણ સાથ આપ્યો. બંને બેટ્સમેનોની આ નિર્ભય બેટિંગના જોરે ભારતે પાવરપ્લેની 6 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 94 રન ફટકાર્યા.

- Advertisement -

ભારતીય ટીમના T20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસ પર નજર કરીએ તો પાવરપ્લે (1થી 6 ઓવર)માં આ ભારતનો ચોથો સૌથી મોટો સ્કોર છે. ભારતનું 1થી 6 ઓવરમાં શ્રેષ્ઠ પ્રદર્શન.

  • 100/0 – અફઘાનિસ્તાન સામે, દિલ્હી, 2026.
  • 95/1 – ઇંગ્લેન્ડ સામે, મુંબઈ WS, 2025.
  • 94/2 – ન્યૂઝીલેન્ડ સામે, ગુવાહાટી, 2026.
  • 94/1 – ન્યૂઝીલેન્ડ સામે, ક્રાઇસ્ટચર્ચ, 2026.
  • 92/0 – ન્યૂઝીલેન્ડ સામે, અમદાવાદ, T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ.

મોટા રેકોર્ડની બરાબરી

આ મુકાબલામાં વધુ એક 50થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવતાં જ અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડીએ એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે સૌથી વધુ 50થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ જોડી હવે KL રાહુલ-રોહિત શર્મા અને અભિષેક શર્મા-શુભમન ગિલની જોડીઓ સાથે ટોચના સ્થાને પહોંચી ગઈ છે.

- Advertisement -

એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે સૌથી વધુ 50થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી

  • 5 – KL રાહુલ, રોહિત શર્મા (2021).
  • 5 – અભિષેક શર્મા, શુભમન ગિલ (2025).
  • 5 – અભિષેક શર્મા, સંજુ સેમસન (2026).
  • 4 – શિખર ધવન, રોહિત શર્મા (2018).

સંજુ સેમસન અને અભિષેક શર્માની આ જોડીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પાવરપ્લેમાં ભારતીય બેટિંગ હવે સંપૂર્ણપણે નિર્ભય અને આક્રમક અંદાજમાં રમવાની વ્યૂહરચના પર આગળ વધી રહી છે. શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડના બોલરોની લય બગડ્યા બાદ ભારતે મેચ પર પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે.

- Advertisement -
Share This Article