Marco Jansen Catch: 6 ફૂટ 8 ઇંચના માર્કો યાનસનની શાનદાર ફિલ્ડિંગ, અદભુત કૅચથી મેદાનમાં બેઠેલા દર્શકો અને કૉમેન્ટેટર્સ પણ રહી ગયા દંગ

Arati Parmar
2 Min Read

Marco Jansen Catch: ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઑલરાઉન્ડર માર્કો યાનસને પોતાની બોલિંગ અને બેટિંગ ઉપરાંત મેદાન પર પોતાની આશ્ચર્યજનક ફિલ્ડિંગથી ધૂમ મચાવી દીધી. 6 ફૂટ 8 ઇંચની વિશાળ કાઠી ધરાવતા આ ખેલાડીએ ડીપ મિડવિકેટ પર એવો સુપરમેન કૅચ પકડ્યો કે મેદાનમાં બેઠેલો દરેક દર્શક અને કૉમેન્ટેટર આશ્ચર્યચકિત રહી ગયો.

અંગૂઠા અને આંગળીથી પકડ્યો કૅચ

આ ઘટના ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 37મી ઓવર (36.2 ઓવર)માં બની. ઝડપી બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ શોર્ટ પિચ બોલ ફેંક્યો, જેને ઑસ્ટ્રેલિયાના ઓપનર મૅટ રેનશૉએ પુલ કરવાનો પ્રયાસ કર્યો. બોલ બેટના ઉપરના ભાગ સાથે અથડાઈને હવામાં ડીપ મિડવિકેટની દિશામાં ઊંચો ઉછળ્યો. બોલને હવામાં જોઈને યાનસને જમણી તરફ જબરદસ્ત સ્પ્રિન્ટ લગાવી. જ્યારે લાગ્યું કે બોલ તેની પહોંચથી દૂર પડી જશે, ત્યારે આ 6’8″ ઊંચાઈ ધરાવતા ઑલરાઉન્ડરે હવામાં સંપૂર્ણ લંબાઈ સાથે છલાંગ લગાવી.

- Advertisement -

યાનસને માત્ર જમણા હાથથી હવામાં બોલ પકડ્યો નહીં, પરંતુ પોતાની કાંડાનું અદ્ભુત સંતુલન બતાવતા બોલને માત્ર પોતાના અંગૂઠા અને ઇન્ડેક્સ ફિંગરથી પકડી લીધો અને બોલને જમીનને સ્પર્શવા પણ દીધો નહીં. રેનશૉ 49 બોલમાં 44 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો અને યાનસનના આ કૅચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

- Advertisement -

મૅથ્યુ બ્રીટ્ઝકેની સદી અને યાનસનનું ઑલરાઉન્ડ પ્રદર્શન

ડર્બનમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પહેલાં બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટે 297 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી મૅથ્યુ બ્રીટ્ઝકેએ શાનદાર સદીની ઇનિંગ્સ રમી, જ્યારે બેટથી પણ તોફાની પ્રદર્શન કરતાં માર્કો યાનસને 75 રનનું આક્રમક યોગદાન આપ્યું. 298 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ 230 રન પર જ ઢેર થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાએ આ મેચ 67 રનના મોટા અંતરથી પોતાના નામે કરીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

Share This Article