K L Rahul Viral Video : IPL 2025માં 10મી એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને આરસીબી વચ્ચે જોરદાર મેચ રમાઈ હતી. આ મેચમાં કે.એલ. રાહુલે એકલા હાથે દમદાર બેટિંગ કરીને આરસીબીથી જીત આંચકી લીધી હતી. રાહુલે 53 બોલમાં 93 રનની ઈનિંગ રમીને બોલરોનો પરસેવો છોડાવી દીધો હતો. જો કે મેચ દરમિયાન એક એવી ઘટના બની જેને લઈને સૌ કોઈ ચર્ચા કરવા લાગ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે.
Kohli is seen celebrating the wicket, glancing at KL Rahul.
After the win Rahul stared at Kohli and said “This Is My Home Ground” 🔥
Look at Kohli’s Reaction 😭😭 pic.twitter.com/uJmO74Jck5
— Radha (@Radha4565) April 11, 2025
શું હતી ઘટના?
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો અનુસાર વિરાટ કોહલી આરસીબીની ટીમ દ્વારા વિકેટ ઝડપવામાં આવતા સેલિબ્રેશન કરતો દેખાય છે. જો કે આ દરમિયાન તે જાણે રાહુલને ડિસ્ટ્રેક્ટ કરવા માગતો હોય એ રીતે એની બાજુમાંથી સેલિબ્રેશન કરતો નીકળે છે. કદાચ આ વાત રાહુલને દિલ પર લાગી ગઇ અને પછી તેણે એકલા હાથે આરસીબી ટીમના ખેલાડીઓની ધોલાઈ કરીને મેચ આંચકી લીધી હતી. એટલું જ નહીં, મેચમાં દમદાર પરફોર્મન્સ બાદ ‘ધીસ ઈઝ માય ટેરિટરી’ સ્ટાઈલમાં રાહુલે સેલિબ્રેશન કરીને કોહલીને જોરદાર જવાબ આપતો હોય તેવું લાગ્યું હતું.
બેંગ્લુરુ રાહુલ માટે ખાસ…
ઉલ્લેખનીય છે કે આ મેચ બેંગ્લુરુમાં રમાઈ હતી અને કે.એલ.રાહુલ માટે બેંગ્લુરુ હોમ ગ્રાઉન્ડ છે. રાહુલની આ મેદાન સાથે ઘણી યાદો જોડાયેલી છે. તેણે મેચ જીતાડ્યા બાદ પિચ પર આગળ વધી બેટ વડે ગોળ કૂંડાળું કર્યું અને પછી પોતે ત્યાંનો બાદશાહ હોય એ રીતે સેલિબ્રેશન કરીને સૌના દિલ જીતી લીધા હતા.