Australian Cricketer Bob Cowper: ત્રેવડી સદી ફટકારનાર દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું અવસાન

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Australian Cricketer Bob Cowper: ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર બોબ કાઉપરનું મેલબર્નમાં નિધન થયુ છે. 84 વર્ષીય કાઉપર લાંબા સમયથી કેન્સરની બીમારી સાથે ઝઝૂમી રહ્યો હતો. જેનું 11 મેના રોજ આજે રવિવારે નિધન થયુ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કાઉપરના નિધનની ખાતરી કરી છે. કાઉપરના પરિવારમાં પત્ની ડેલ અને બે દિકરી (ઓલિવિયા અને સેરા) છે.

કાઉપરની ઐતિહાસિક કારકિર્દી

- Advertisement -

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન માઈક બેયર્ડે જણાવ્યું હતું કે, બોબ કાઉપરના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયુ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં તેઓ ખૂબ સન્માનિત વ્યક્તિ હતા. બોબ એક શાનદાર બેટર હતાં. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રિપલ સેન્ચુરી સાથે 1960ના દાયકામાં ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયા (રાજ્ય) ટીમમાં આકર્ષક પર્ફોર્મન્સ માટે હંમેશા યાદ રહેશે.  બેટર બોબ કાઉપર ઉમદા સ્ટ્રોકપ્લે અને સંયમ સાથે બેટિંગ કરવા માટે જાણીતા હતા. કાઉપરે ફેબ્રુઆરી, 1966માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 12 કલાકમાં 589 બોલ પર 307 રન ફટકાર્યા હતા. જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈપણ બેટરની ટેસ્ટ ક્રિકેટમાં પહેલી ટ્રિપલ સેન્ચુરી હતી.

આ રેકોર્ડ પણ કાઉપરના નામે

બોબ કાઉપરની ટ્રિપલ ટેસ્ટ સેન્ચુરી પહેલાં તેણે કેરેબિયન ધરતી પર ડબલ સેન્ચુરી ફટકારી હતી. બાદમાં ટ્રિપલ સેન્ચુરી પછી પણ બે વધુ સેન્ચુરી ફટકારી હતી. 1968માં કાઉપરે સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારે તે માત્ર 28 વર્ષનો હતો. કાઉપરે 1964થી 1968 દરમિયાન ઓસ્ટ્રેલિયા માટે 27 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં 46.84ની એવરેજે 2061 રન બનાવ્યા હતા.

ઘર આંગણે પણ જોરદાર પર્ફોર્મન્સ

ઘર આંગણે પણ કાઉપરે અનેક રેકોર્ડ સર્જ્યા હતા. 75.78ની એવરેજ પર ટેસ્ટ ક્રિકેટમાં 1061 રન બનાવ્યા હતા. દિગ્ગજ ખેલાડી ડોન બ્રેડમેન બાદ કાઉપર બીજો ખેલાડી હતો કે, જેણે ઘર આંગણે જ ટેસ્ટ સીરિઝમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હોય. કાઉપરે ઘણીવાર પોતાની ઓફ સ્પિન બોલિંગનો જાદુ પણ બતાવ્યો હતો. ટેસ્ટમાં તેણે 36 વિકેટ ઝડપી હતી. 147 ફર્સ્ટ ક્લાસ મેચમાં 10595 અને 4 લિસ્ટ-એ મેચમાં 77 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસમાં કાઉપરના નામે 183 અને લિસ્ટ-એમાં 3 વિકેટ ઝડપી હતી. આઈસીસી મેચમાં રેફરી પણ રહી ચૂક્યો હતો. 2023માં ક્રિકેટ પ્રત્યે ઉમદા પર્ફોર્મન્સ બદલ ‘મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી બિરદાવવામાં આવ્યો હતો.

Share This Article