Sunil Gavaskar: IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે, તેની 18મી સીઝન હાલમાં રમાઈ રહી છે. તેની લોકપ્રિયતા દર વર્ષે વધતી જ જઈ રહી છે, ખેલાડીઓની કમાણી તેમજ ઈનામની રકમમાં વધારો થયો છે. આ વખતે, રિષભ પંત, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓ છે, જેમને 20 કરોડ રૂપિયાથી વધુ રકમ મળી છે. માત્ર અનુભવી ખેલાડીઓ જ નહીં, પરંતુ ઘણા નવા ખેલાડીઓને પણ કરોડો રૂપિયા મળ્યા છે. અનકેપ્ડ ખેલાડીઓ માટેના નિયમોમાં ફેરફાર પછી, એમએસ ધોની આ કેટેગરીમાં આવ્યો છે, ત્યારબાદ તેને CSKએ 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. હવે સુનીલ ગાવસ્કરે નિયમોમાં ફેરફાર અંગે ચિંતા વ્યક્ત કરી છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં કોમેન્ટેટર સુનિલ ગાવસ્કરનું માનવું છે કે ‘વધુ પૈસા આપવાથી ખેલાડીઓનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો અને ટીમ ઈન્ડિયા માટે રમવાની ભૂખ ઓછી થઈ શકે છે. તેમના મતે ફ્રેન્ચાઈઝી પર તો તેની કોઈ અસર નહીં પડે, તેના માટે તો સારું હોઈ શકે છે પરંતુ તેનાથી ભારતીય ક્રિકેટને મોટું નુકસાન થઈ શકે છે.’
સુનીલ ગાવસ્કરે શું કહ્યું?
સુનીલ ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું છે કે, ‘અચાનક કરોડપતિ બનનારા મોટાભાગના લોકો અભિભૂત થઈ જાય છે, સૌથી પહેલા તો તેમની સારી કિસ્મત અને પછી એ લોકોને મળવાના ગભરાટથી, જેમની તેઓ પ્રશંસા કરતા હતા અને કદાચ ક્યારેય મળવાનું સ્વપ્ન પણ નહોતું જોયું. તેઓ ઘણીવાર પોતાના રાજ્યના ટોપ 30 ખેલાડીઓનોની ટીમનો પણ હિસ્સો નથી હોતા. તેથી હવે એવા ગ્રુપમાં સામેલ થવું જ્યાં વિવિધ દેશોના અલગ-અલગ સ્ટાઈલ, દ્રષ્ટિકોણ અને અલગ-અલગ મહાન ખેલાડીઓ હોય ત્યાં સરળ નથી હોતું. આટલા વર્ષોમાં એક એવા અનકેપ્ડ ખેલાડીને યાદ રાખવું મુશ્કેલ છે જેને મોટી કિંમતે ખરીદવામાં આવ્યો હોય અને જણે ટીમમાં પોતાને સામેલ કરવાને વાજબી ઠેરવ્યું હોય. કદાચ આગામી થોડા વર્ષોમાં તે અનુભવ સાથે થોડો સારો થઈ જશે, પરંતુ જો તે એ જ લોકલ લીગમાં રમી રહ્યો છે, તો સુધારાની શક્યતાઓ વધારે નથી હોતી.’
એવું થાય કે જો આગામી ઓક્શનમાં ખેલાડીની કિંમત ઓછી થઈ જાય તો અપેક્ષાનું દબાણ પણ ઓછું થઈ જાય છે અને ખેલાડી સારું રમે છે. આ સીઝને દેખાડ્યું છે કે, પ્રથમ ચક્રમાં કરોડોમાં ખરીદવામાં આવ્યા અને હવે ખૂબ ઓછી ફી પર ખરીદવામાં આવેલા ખેલાડી સારું પરિણામ દેખાડી રહ્યા છે. આ રમતના કેટલાક મહાન ખેલાડીઓ સાથે રહેવાનો અનુભવ હોઈ શકે છે, પરંતુ મોટા ભાગે એવું થાય થે કે, ઓછી ફી ની સાથે ઓછી અપેક્ષાઓએ બોજને ઘટાડ્યું છે અને તેને પોતાના સ્થાનિક શહેરની લીગમાં જે તેઓ કરે છે તેનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરવાની મંજૂરી નથી.
તેમણે આગળ લખ્યું કે, ‘મોટી રકમમાં ખરીદવામાં આવેલા ઘણા ખેલાડીઓ ગાયબ થઈ જાય છે, કારણ કે તેમની ભૂખ અને ઈચ્છા ખતમ થઈ જાય છે. ફ્રેન્ચાઈઝીઓ માટે કદાચ તેનું કોઈ મહત્ત્વ નથી, કારણ કે તેઓ માને છે કે તે સારું છે, પરંતુ ભારતીય ક્રિકેટ કોઈપણ ખેલાડીના જવાથી થોડું દુઃખી છે, પછી ભલે તે સફળ રહ્યો હોય કે ન હોય. ગત વર્ષે ઓક્શન પહેલા અનકેપ્ડ ખેલાડી બનેલા મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ કરવા માટે, મર્યાદા વધારીને 4 કરોડ રૂપિયા કરવામાં આવી હતી.’
કદાચ હવે સમય આવી ગયો છે કે આ અંગે પુનર્વિચાર કરવામાં આવે અને તેમાં ઘટાડો કરવામાં આવે, જેથી ભારતીય ક્રિકેટને એવી પ્રતિભાઓથી વંચિત ન રહેવું પડે, જે કરોડોની બોલીના દબાણમાં ફસાઈને પોતાનો રસ્તો ભટકી જાય છે.