Maria is Queens Club tennis champion: બે બાળકોની માતા મારિયા ક્વીન્સ ક્લબ ટેનિસ ચેમ્પિયન; ડુપ્લાન્ટિસે ફરી પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Arati Parmar
1 Min Read

Maria is Queens Club tennis champion: વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં પ્રવેશ કરનારી વિશ્વની 86 ક્રમાંકિત મારિયાએ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ વિમ્બલ્ડન વિજેતા ચોથી ક્રમાંકિત એલિના રાયબાકીનાને, ત્રીજા રાઉન્ડમાં છઠ્ઠી ક્રમાંકિત કેરોલિન મુચોવાને હરાવી હતી.

જર્મનીની 37 વર્ષીય તાત્યાના મારિયા, જે બે બાળકોની માતા છે અને ક્વોલિફાયર તરીકે ટુર્નામેન્ટમાં રમી રહી છે, તેણે પ્રેરણાદાયક પ્રદર્શન કર્યું અને ક્વીન્સ ક્લબ ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

- Advertisement -

તેણે ફાઇનલમાં અમેરિકાની અમાન્ડા એનિસિમોવાને 6-3, 6-4થી હરાવી. તેણે સેમિફાઇનલમાં અમેરિકાની ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા મેડિસન કીઝને 6-3, 7-6થી હરાવી. મારિયા છેલ્લા પાંચ વર્ષમાં ટુર્નામેન્ટનો ખિતાબ જીતનાર સૌથી મોટી ઉંમરની ખેલાડી છે. અગાઉ 2020 માં, સેરેના વિલિયમ્સે 38 વર્ષની ઉંમરે ઓકલેન્ડ ક્લાસિકનો ખિતાબ જીત્યો હતો.

Share This Article