ODI Player of the Match: ODI માં લાંબી કારકિર્દી છતાં Player of the Match એવોર્ડ ન જીતનાર 5 દિગ્ગજ ક્રિકેટરો

Arati Parmar
2 Min Read

ODI Player of the Match: ક્રિકેટમાં દરેક મેચ બાદ Player of the Match નો એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ મુકાબલાના શ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવે છે. જોન્ટી રોડ્સ એક વખત પ્લેઇંગ ઇલેવનનો ભાગ ન હોવા છતાં Player of the Matchનો એવોર્ડ જીતી ગયા હતા. ODI ક્રિકેટમાં ઘણા ખેલાડીઓની કારકિર્દી ખૂબ લાંબી રહી, પરંતુ તેઓ ક્યારેય Player of the Match નો એવોર્ડ જીતી શક્યા નહીં. ચાલો તમને એવા જ 5 નામ વિશે જાણીએ.

ડેવ રિચર્ડસન – સાઉથ આફ્રિકા

- Advertisement -

ICCના CEO રહી ચૂકેલા ડેવ રિચર્ડસને 1991થી 1998 વચ્ચે સાઉથ આફ્રિકા માટે 122 ODI મેચ રમી હતી. આ દરમિયાન તેઓ એક પણ વખત Player of the Match નો એવોર્ડ જીતી શક્યા નહોતા.

નાસિર હુસૈન – ઇંગ્લેન્ડ

- Advertisement -

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને 88 મેચની ODI કારકિર્દીમાં 2332 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે એક સદી અને 16 અડધી સદી ફટકારી હતી. જોકે, તેમને એક પણ વખત Player of the Match નો એવોર્ડ મળ્યો નહોતો.

નયન મોંગિયા

- Advertisement -

ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટર નયન મોંગિયા ODIમાં ક્યારેય Player of the Match બન્યા નહોતા. 1994થી 2000 વચ્ચે તેમણે ભારત માટે 140 ODI મુકાબલા રમ્યા હતા.

સઈમ અજમલ – પાકિસ્તાન

પાકિસ્તાનના સ્પિનર સઈમ અજમલનું નામ આ યાદીમાં કોઈને પણ આશ્ચર્યમાં મૂકી શકે છે. તેમણે 113 ODIમાં 184 વિકેટ લીધી હતી. તેઓ ODIમાં નંબર-1 બોલર પણ રહ્યા હતા, પરંતુ Player of the Match ક્યારેય બની શક્યા નહોતા.

ખાલિદ મશૂદ – બાંગ્લાદેશ

ખાલિદ મશૂદે વર્ષ 2000માં બાંગ્લાદેશ માટે ડેબ્યૂ કર્યું હતું. 2007 સુધી તેઓ ODI ટીમનો ભાગ રહ્યા હતા. આ દરમિયાન તેમણે 126 મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવ્યું, પરંતુ Player of the Match એક પણ વખત બની શક્યા નહોતા.

Share This Article