Neeraj Chopra: નીરજ ચોપરાનો બેસ્ટ થ્રો છતાં સિલ્વર, રુમેશે 88.14 મીટર સાથે જીત્યો લુસાને ડાયમંડ લીગ ખિતાબ

Arati Parmar
2 Min Read

Neeraj Chopra: ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાનો લુસાને ડાયમંડ લીગ 2026માં દબદબો જોવા મળ્યો. નીરજે આ સીઝનનો પોતાનો બેસ્ટ થ્રો કર્યો, પરંતુ આ છતાં તે બીજા સ્થાન પર રહ્યા. શ્રીલંકાના રુમેશ થરંગા 88.14 મીટરના થ્રો સાથે પહેલા નંબર પર રહ્યા. કોઈપણ ઇવેન્ટમાં આ તેમની સતત પાંચમી જીત છે. આ પહેલાં તેમણે કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (86.69 મીટર) ત્રીજા સ્થાન પર રહ્યા.

નીરજ ચોપરાએ કરી ખરાબ શરૂઆત

- Advertisement -

નીરજ ચોપરા માટે મુકાબલાની શરૂઆત કંઈ ખાસ રહી નહીં અને તેઓ પોતાના પ્રથમ પ્રયાસમાં માત્ર 83.54 મીટરનો થ્રો કરી શક્યા. જ્યારે શ્રીલંકાના રુમેશ થરંગા પથિરાગેએ પ્રથમ પ્રયાસમાં જ જેવલિનને 85.99 મીટર દૂર ફેંકીને પ્રથમ સ્થાન મેળવી લીધું. જોકે, બીજા પ્રયાસમાં નીરજે જોરદાર વાપસી કરી અને 88.05 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવી લીધું. આ તેમની આ સીઝનનો સૌથી બેસ્ટ થ્રો પણ રહ્યો. જ્યારે રુમેશ બીજા પ્રયાસમાં માત્ર 87.06 મીટરનો થ્રો કરી શક્યા.

રુમેશે ત્રીજા પ્રયાસમાં ફેંક્યો 88.14 મીટરનો થ્રો

- Advertisement -

ભારતીય એથ્લેટનો ત્રીજો પ્રયાસ અપેક્ષા પ્રમાણે રહ્યો નહીં અને તેમણે 83.72 મીટરનો થ્રો કર્યો. જોકે, શ્રીલંકાના ખેલાડી રુમેશે ત્રીજા પ્રયાસમાં 88.14 મીટરના થ્રો સાથે ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવી લીધું. નીરજ પોતાના ચોથા પ્રયાસમાં ફાઉલ કરી બેઠા, જ્યારે રુમેશનો થ્રો પણ વધારે અંતર કાપી શક્યો નહીં. નીરજે પોતાના પાંચમા પ્રયાસમાં થ્રો કર્યો નહીં, જ્યારે છઠ્ઠા પ્રયાસમાં તેઓ માત્ર 82.15 મીટરનો થ્રો કરી શક્યા. જ્યારે રુમેશ પોતાના પાંચમા અને છઠ્ઠા પ્રયાસમાં ફાઉલ કરી બેઠા. જોકે, રુમેશનો ત્રીજો થ્રો તેમના માટે નિર્ણાયક સાબિત થયો.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજે જીત્યો હતો સિલ્વર મેડલ

- Advertisement -

આ પહેલાં નીરજ ચોપરાએ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જોકે, આ ટૂર્નામેન્ટમાં પણ નીરજ પોતાની શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યા નહોતા. નીરજે સ્વીકાર્યું હતું કે ઈન્જરીમાંથી પરત ફરવાના કારણે તેમના પ્રદર્શનમાં ઘટાડો આવ્યો હતો. જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2026માં શ્રીલંકાના રુમેશે 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો.

Share This Article