પહેલાં ડેવિડ વોર્નર (163) અને મિચેલ માર્શ (121)ની સદી અને બાદમાં એડમ ઝામ્પાની સ્

newzcafe
5 Min Read

ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની ખરાબ રીતે હાર


ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની ખરાબ રીતે હાર


બેંગ્લુરુ, તા. 20 : પહેલાં ડેવિડ વોર્નર (163) અને મિચેલ માર્શ (121)ની સદી અને બાદમાં એડમ ઝામ્પાની સ્પિન જાળની મદદથી વિશ્વકપની આજની હાઇ સ્કોરિંગ મેચમાં પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો 62 રને મહત્ત્વનો વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાના 9 વિકેટે 367 રનના જવાબમાં સારી શરૂઆત બાદ પાકિસ્તાની ટીમ 4પ.3 ઓવરમાં સંઘર્ષ બાદ 30પ રનમાં ઓલઆઉટ થઇ હતી. એડમ ઝામ્પાની 4 વિકેટ પાક. બોલર શાહિન અફ્રિદીની પ વિકેટ પર ભારે પડી હતી. બીજી જીત સાથે ઓસ્ટ્રેલિયાના 4 પોઇન્ટ થયા છે અને ટીમ ચોથા સ્થાને આવી ગઇ છે. બીજી તરફ પાકિસ્તાનને સતત બીજી હાર મળી છે, આથી તે પાંચમા સ્થાને ધકેલાઇ છે. પાછલી મેચમાં તેને ભારતે હાર આપી હતી. 124 દડામાં 9 છગ્ગા વડે 163 રનની આતશી ઇનિંગ્સ રમાનાર વોર્નર પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. વિશ્વકપના અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક 368 રનના કઠિન વિજય લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત આક્રમક અંદાજમાં રહી હતી. યુવા ઓપનર અબ્દુલ્લાહ શફીક અને અનુભવ ઈમામ ઉલ હકે ઓસ્ટ્રેલિયાની સામે મક્કમતાથી બેટિંગ કરી હતી અને પ્રારંભથી જ આક્રમક ફટકાબાજી કરી હતી.  આ બન્નેએ કાંગારુ સ્પિનર્સને પણ મચક આપી ન હતી અને પ્રતિ ઓવર છ રનથી વધુની સરેરાશ જાળવી રાખી હતી. બન્ને વચ્ચે 17મી ઓવરમાં 100 રનની ભાગીદારી પૂરી થઇ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાને પહેલી સફળતા માર્કસ સ્ટોઇનિસે અપાવી હતી. તેના દડામાં શફીક મેકસવેલના હાથે કેચઆઉટ થયો હતો. તેણે 61 દડામાં 7 ચોગ્ગા-બે છગ્ગાની મદદથી 64 રનની ઇનિંગ્સ રમી હતી. તેના અને ઇમામ વચ્ચે પહેલી વિકેટમાં 127 દડામાં 134 રનની ઝડપી ભાગીદારી નોંધાઇ હતી. આ પછી સ્ટોઇનિસ ફરી ત્રાટકયો હતો અને જામી ગયેલા ઇમામ ઉલ હકનો શિકાર કર્યો હતો. તે 71 દડામાં 10 ચોગ્ગા વડે 70 રને આઉટ થયો હતો. ઉપરા ઉપરી બે વિકેટના પતનથી પાક.ની રન ગતિ મંદ પડી હતી. બાદમાં ઝામ્પાએ બાબરને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને મોટી સફળતા અપાવી હતી. પાક. કપ્તાને 18 રન કર્યા હતા. સૂદ શકીલ 30, ઇફતિખાર 26 અને રિઝવાન 40 રને આઉટ થતાં પાક.ની હાર નિશ્ચિત બની હતી. ઝામ્પાની 4 વિકેટ ઉપરાંત સ્ટોઇનિસ-કમિન્સને 2-2 વિકેટ મળી હતી. બન્ને ઓપનર ડેવિડ વોર્નર (163) અને બર્થ ડે બોય મિશલ માર્શ (121)ની આતશી સદી બાદ એક તબક્કે ઓસ્ટ્રેલિયા 42પથી વધુ સ્કોરની સ્થિતિમાં હતું, પણ આ પછી પાકિસ્તાને સારી વાપસી કરી હતી. શાહિન અફ્રિદીની પાંચ વિકેટથી ઓસ્ટ્રેલિયાનો મીડલ ઓર્ડર ધરાશાયી થયો હતો. આથી ઓસ્ટ્રેલિયાના પ0 ઓવરના અંતે 9 વિકેટે 367 રન થયા હતા. ઓસ્ટ્રેલિયા આખરી 7 ઓવરમાં 37 રન જ કરી શકી હતી અને આ દરમિયાન પ વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં કુલ 19 છગ્ગા લાગ્યા હતા, જેમાંથી 18 વોર્નર-માર્શની જોડીએ ફટકાર્યાં હતા. ટોસ જીતીને પાક. કપ્તાન બાબર આઝમે ઓસ્ટ્રેલિયાને દાવ આપ્યો હતો, જેનો ફાયદો લઇને ચિદમ્બરમ્ સ્ટેડિયમની સપાટ વિકેટ પર વોર્નર અને માર્શની ઓપનિંગ જોડીએ ધુંઆધાર બેટિંગ કરી હતી. આ બન્નેની ફટકાબાજી સામે પાકિસ્તાનની બોલિંગ-ફિલ્ડિંગ વેરવિખેર થઇ ગઇ હતી. વોર્નેરે વિશ્વકપમાં તેની પાંચમી સદી ફટકારી હતી. તો માર્શે વિશ્વકપમાં પહેલી સદી કરી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 203 દડામાં ઝડપી અને વિક્રમી 2પ9 રનની ભાગીદારી થઇ હતી. માર્શ 108 દડામાં 10 ચોગ્ગા અને 9 છગ્ગાથી 121 રને આઉટ થયો હતો. તેની વિકેટ પડયા બાદ પાકિસ્તાનની વાપસી થઇ હતી. આ પછી પિંચ હિટર મેકસવેલ પહેલા જ દડે આઉટ થયો હતો. જ્યારે સ્મિથ ફક્ત 7 રન કરી શકયો હતો. વોર્નર સામે છેડેથી પડતી વિકેટને લીધે થોડો દબાણમાં આવી ગયો હતો અને 124 દડામાં 14 ચોગ્ગા અને 9 છગ્ગાથી 163 રનની રેકોર્ડ ઇનિંગ્સ રમીએ આઉટ થયો હતો. આ પછી તો ઓસ્ટ્રેલિયાની ટીમની વિકેટોની ઝડી લાગી હતી. જોશ ઇંગ્લિશ 13, સ્ટોઇનિસ 21, લાબુશેન 8, સ્ટાર્ક 2 અને હેઝલવૂડ ઝીરોમાં આઉટ થયા હતા. કપ્તાન કમિન્સ 6 અને ઝામ્પા 1 રને નોટઆઉટ રહ્યા હતા. અંતમાં ઓસ્ટ્રેલિયા પ0 ઓવરમાં 9 વિકેટે 367 રને પહોંચ્યું હતું. પાકિસ્તાન તરફથી શાહિન અફ્રિદીએ પ4 રનમાં પ અને હારિસ રઉફે 83 રનમાં 3 વિકેટ લીધી હતી.

Share This Article