RCB WPL head coach: RCB વિમેન્સ ટીમના હેડ કોચ તરીકે માલોલન રંગરાજનની નિમણૂક, ટીમને નવી ઊંચાઈ આપવાનું મિશન

Arati Parmar
3 Min Read

RCB WPL head coach: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ (આરસીબી)એ વિમેન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન માટે હેડ કોચ માટે માલોલન રંગરાજનની પસંદગી કરી છે. અગાઉ 2024 અને 2025ની ટૂર્નામેન્ટમાં આરસીબીના હેડ કોચ લ્યુક વિલિયમ્સ હતાં. તેમણે બીગ બેશ લીગ (બીબીએલ)માં એડેલેડ સ્ટ્રાઈકર્સ સાથે કરેલી પ્રતિબદ્ધતાના કારણે આગામી સીઝનમાં હેડ કોચ તરીકેનું પદ છોડ્યું હતું.

આરસીબીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફત આ અંગે માહિતી આપી હતી. પોસ્ટમાં જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં વિવિધ ભૂમિકામાં આરસીબીના સપોર્ટ સ્ટાફના મુખ્ય સભ્ય તરીકે સેવા આપ્યા બાદ માલોલન રંગરાજનની હવે આગામી WPL સીઝન માટે હેડ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

- Advertisement -

આસિસ્ટન્ટ કોચ હતાં રંગરાજન

Share This Article