ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ફાઇનલ મેચની પીચ પર સારી એવી ચર્ચા ચાલી રહી છે.

newzcafe
1 Min Read

પીચ બનાવનાર ક્યૂરેટરે કહ્યું કે ટોસ જીતનાર ટીમ બેટિંગ પસંદ કરી શકે છે


પીચ બનાવનાર ક્યૂરેટરે કહ્યું કે ટોસ જીતનાર ટીમ બેટિંગ પસંદ કરી શકે છે


અમદાવાદ, તા.18: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ફાઇનલ મેચની પીચ પર સારી એવી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમના કયૂરેટર આશિષ ભૌમિકે મહત્ત્વના નિવેદન કે શનિવાર સવાર સુધી એ નક્કી થયું નથી કે કઈ પીચ પર મેચ રમાશે. જૂની કે નવી. તેમના મતે અમદાવાદની પીચ પર ટોસ જીતનાર ટીમ દાવ લેવાનું પસંદ કરશે અને 31પ આસપાસનો સ્કોર સારો બની રહેશે. બીજા દાવમાં લક્ષ્યનો પીછો કરનાર ટીમને બેટિંગમાં થોડી મુશ્કેલી થશે. વર્તમાન વિશ્વ કપમાં અમદાવાદમાં ચાર મેચ રમાઇ છે અને એક પણ મેચમાં 300થી વધુનો સ્કોર બન્યો નથી.

Share This Article