Top 5 Allrounders In T20 Cricket: T20માં ઐતિહાસિક સિદ્ધિ, હાર્દિક બન્યો 5000 રન અને 200 વિકેટ વાળો પહેલો ભારતીય, ટોપ-5 ઓલરાઉન્ડર્સની યાદી જુઓ

Arati Parmar
2 Min Read

Top 5 Allrounders In T20 Cricket: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો છે. અત્યાર સુધીમાં 12 ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. પંડ્યા આ IPL સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં છે. તે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

હાર્દિક પંડ્યાએ સોમવારે RCB સામેની મેચમાં ઈતિહાસ રચી દીધો હતો. આ મેચમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. લિયામ લિવિંગસ્ટોનની વિકેટ T20માં તેની 200મી વિકેટ હતી. આમ તે T20 ક્રિકેટમાં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બની ગયો છે. ખાસ વાત એ છે કે આ જ મેચમાં તેના ભાઈ કૃણાલ પંડ્યાએ RCB તરફથી રમતા 4 વિકેટ ખેરવી હતી. હાર્દિકની વાત કરીએ તો તેણે IPL 2025માં અત્યાર સુધીમાં 10 વિકેટ ઝડપી છે અને લગભગ 169ના સ્ટ્રાઈક રેટથી 81 રન પણ બનાવ્યા છે.

- Advertisement -
Share This Article