Vaibhav Suryavanshi T20I: વૈભવ સૂર્યવંશી વિશ્વ રેકોર્ડ તોડવાની નજીક, અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝમાં રચી શકે છે ઇતિહાસ

Arati Parmar
2 Min Read

Vaibhav Suryavanshi T20I: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી બનશે સૌથી યુવા T20I સદીવીર? અફઘાનિસ્તાન સામે મળશે મોટી તક

Vaibhav Suryavanshi T20I: 15 વર્ષના ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ સમયે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ક્રિકેટ જગતમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા ખેલાડીઓમાંના એક બન્યા છે. દલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ વૈભવ હવે 13 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચની T20 ઇન્ટરનેશનલ સિરીઝમાં ભારતીય સિનિયર ટીમ માટે એક્શનમાં જોવા મળશે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર પ્લેયર ઓફ ધ સિરીઝ રહેલા વૈભવ હવે સાઉથ આફ્રિકાના યુવા બેટ્સમેન લુઆન ડ્રે પ્રીટોરિયસના એક મોટા વિશ્વ રેકોર્ડને તોડવાની ખૂબ નજીક છે.

લુઆન ડ્રે પ્રીટોરિયસે બનાવ્યો સૌથી યુવા સદીવીરનો રેકોર્ડ

તાજેતરમાં સાઉથ આફ્રિકાના લુઆન ડ્રે પ્રીટોરિયસે નામિબિયા સામે માત્ર 52 બોલમાં ધમાકેદાર સદી ફટકારીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ તેમના T20I કારકિર્દીની પ્રથમ સદી હતી. આ સાથે જ પ્રીટોરિયસ ICCના ફુલ મેમ્બર દેશો વચ્ચે T20Iમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયા છે. પ્રીટોરિયસે 20 વર્ષ અને 161 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી અને અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝાઈના (20 વર્ષ 337 દિવસ, વર્ષ 2019) 7 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો.

- Advertisement -

અફઘાનિસ્તાન સામે વૈભવ પાસે ઇતિહાસ રચવાની તક

વૈભવ સૂર્યવંશીની ઉંમર હાલમાં માત્ર 15 વર્ષ અને થોડા દિવસ છે, જે પ્રીટોરિયસ કરતાં લગભગ 5 વર્ષ ઓછી છે. આવી સ્થિતિમાં તેમની પાસે સાઉથ આફ્રિકાના બેટ્સમેનનો રેકોર્ડ તોડવા માટે ઘણો સમય છે, પરંતુ તેમની વર્તમાન ફોર્મને જોતા તેઓ આગામી અફઘાનિસ્તાન સિરીઝમાં જ આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

IPL ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી ઓછી ઉંમરના બેટ્સમેન વૈભવનો T20Iમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 81 રન છે, જે તેમણે ઝિમ્બાબ્વે સામે બનાવ્યો હતો. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે, બીજી 15 સપ્ટેમ્બરે અને ત્રીજી 17 સપ્ટેમ્બરે દિલ્હીમાં રમાશે. જો વૈભવ આ સિરીઝમાં એક પણ સદી ફટકારી દે છે, તો તેઓ T20I ઇતિહાસમાં સદી ફટકારનાર વિશ્વના સૌથી યુવા ખેલાડી (ફુલ મેમ્બર દેશ) બની જશે.

- Advertisement -
Share This Article