WTC Points Table: શુભમન ગિલની કૅપ્ટનશીપમાં ભારતની શાનદાર જીત, વેસ્ટ ઇન્ડિઝને પહેલી ટેસ્ટમાં 140 રનથી હરાવી સીરિઝમાં 1-0ની આગવી સ્થિતિ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

WTC Points Table: વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. શુભમન ગિલની કૅપ્ટનશીપમાં ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 140 રનથી હરાવી સીરિઝમાં 1-0 આગળ વધી. જણાવી દઈએકે આ જીતથી ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કોઈ ફાયદો નહીં થાય. WTC પોઇન્ટ્સ ટેબલમાં ભારતની જીતની ટકાવારી તો વધી, પણ WTC પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-2નું સ્થાન મળ્યું નહીં. ટીમ ઇન્ડિયા હજી પણ પોઇન્ટ્સ ટેબલ પર ત્રીજા સ્થાને જ યથાવત્ છે. ત્યારે શ્રીલંકા બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા પહેલા સ્થાને છે. જણાવી દઈએકે હજી સુધી ઓસ્ટ્રેલિયાએ કોઈ મેચ હારી નથી અને તેમની કોઈ મેચ ડ્રો પણ થઈ નથી.

Share This Article