Air Cooler Honeycomb Pads Guide: શું તમે કૂલરમાં લગાવ્યું છે સાચું પેડ? એકસરખા નથી હોતા કૂલરના તમામ હનીકોમ્બ પેડ્સ, જાણો તમારે કયું લગાવવું જોઈએ?

Arati Parmar
3 Min Read

Air Cooler Honeycomb Pads Guide: બહુ ઓછા લોકો એ વાત સમજે છે કે એર કૂલરનો અસલી જીવ તેના પેડ્સમાં હોય છે. જો કૂલરમાં સાચા પેડ લગાવેલા હોય, તો તમારું કૂલર કાળઝાળ ગરમીમાં પણ ઠંડીગાર હવા આપી શકે છે. જોકે, સમજવાની વાત એ છે કે કૂલરના તમામ પેડ એકસરખા નથી હોતા. લોકો કૂલરના પેડ્સમાં વધુમાં વધુ હનીકોમ્બ અને ઘાસ (વરી) વાળા પેડ વચ્ચેનો તફાવત સમજે છે, જ્યારે હનીકોમ્બ પેડ્સમાં પણ અલગ-અલગ પ્રકાર હોય છે. એવામાં જો તમે નવું કૂલર લેવાનું વિચારી રહ્યા હોવ અથવા જૂના કૂલરના પેડ્સ બદલવા માંગતા હોવ, તો તમારા માટે કયું હનીકોમ્બ પેડ બેસ્ટ છે તે સમજવું જરૂરી છે.

કૂલરના હનીકોમ્બ પેડ અનેક પ્રકારના આવે છે. જેમાં સ્ટાન્ડર્ડ પેડ, એન્ટી-બેક્ટેરિયલ હનીકોમ્બ પેડ, હાઈ-ડેન્સિટી હનીકોમ્બ પેડ અને પ્લાસ્ટિક કે સિન્થેટિક હનીકોમ્બ મુખ્ય છે.

- Advertisement -

સ્ટાન્ડર્ડ સેલ્યુલોઝ હનીકોમ્બ પેડ્સ (Standard Cellulose)

સામાન્ય હનીકોમ્બ પેડને સ્ટાન્ડર્ડ સેલ્યુલોઝ પેડ કહેવામાં આવે છે. તેને સેલ્યુલોઝ પેપરથી બનાવવામાં આવે છે. તેની ડિઝાઇન મધપૂડા જેવી હોય છે, જેના કારણે જ્યારે તેમાંથી હવા પસાર થાય છે, ત્યારે તેને વધુ સરફેસ એરિયા મળે છે અને કૂલર વધુ ઠંડક આપી શકે છે. આ પેડ્સ ઘરોમાં વપરાતા પર્સનલ અને ડેઝર્ટ કૂલર્સ માટે બેસ્ટ હોય છે. તેની ખાસિયત એ છે કે તે પાણીને ખૂબ સારી રીતે શોષે છે, જેનાથી હવા ઝડપથી ઠંડી થાય છે.

એન્ટી-બેક્ટેરિયલ હનીકોમ્બ પેડ્સ (Anti-Bacterial)

પ્રીમિયમ કૂલર્સમાં એન્ટી-બેક્ટેરિયલ હનીકોમ્બ પેડ્સનો ઉપયોગ થાય છે. આ હોય છે તો સ્ટાન્ડર્ડ હનીકોમ્બ પેડ જ, પરંતુ તેમાં ખાસ પ્રકારનું બાયો-કોટિંગ કે એન્ટી-માઇક્રોબિયલ પડ હોય છે. તેના કારણે હંમેશા ભીના રહેતા પેડ્સમાં ફૂગ કે બેક્ટેરિયા નથી થતા. જો તમારા ઘરમાં બાળકો કે વડીલો હોય જેમને એલર્જી કે શ્વાસની સમસ્યા હોય, તો તમે આનો ઉપયોગ કરી શકો છો. આ પેડ હવાને ઠંડી કરવાની સાથે તેને શુદ્ધ પણ રાખે છે.

- Advertisement -

હાઈ-ડેન્સિટી હનીકોમ્બ પેડ્સ (High-Density)

હનીકોમ્બ પેડ ડેન્સિટી (ઘનતા) ના આધારે પણ અલગ-અલગ આવે છે. સામાન્ય રીતે માર્કેટમાં તેમાં 5090 અને 7090 મોડલ મળે છે. 5090 મોડલના પેડમાં હનીકોમ્બના ખાંચા (ફ્લૂટ્સ) નાના અને નજીક-નજીક હોય છે, જ્યારે 7090 માં તે થોડા મોટા હોય છે. 5090 નંબરના પેડ્સનો ઉપયોગ ઇન્ડસ્ટ્રિયલ કૂલર જેવા વધુ ઠંડકની જરૂર હોય ત્યાં થાય છે, જ્યારે 7090 નંબરના પેડ ઘરેલુ વપરાશ માટે યોગ્ય માનવામાં આવે છે. સમજવા જેવી વાત એ છે કે પેડની ડેન્સિટી જેટલી વધારે, તેટલી જ લાજવાબ કૂલિંગ મળે છે.

પ્લાસ્ટિક કે સિન્થેટિક હનીકોમ્બ પેડ્સ (Plastic/Synthetic)

સસ્તા અને પોર્ટેબલ કૂલર્સમાં પ્લાસ્ટિક કે સિન્થેટિક મટીરિયલના પેડ્સ પણ મળે છે. આ સેલ્યુલોઝ જેટલી ઠંડક ભલે ન આપી શકતા હોય, પણ તેનું આયુષ્ય ઘણું વધારે હોય છે. આ એવા વિસ્તારો માટે યોગ્ય છે જ્યાં પાણી ખૂબ જ ખારું હોય છે, કારણ કે તે ખારા પાણીને લીધે જલ્દી ગળતા નથી. આ ઉપરાંત તેને સાફ કરવા સરળ છે અને વર્ષો સુધી વાપરી શકાય છે.

- Advertisement -
Share This Article