Oppo Reno 15 Pro Series: Oppo Reno 15 Pro અને Oppo Reno 15 Pro Max ને કંપનીએ ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરી દીધા છે. ઓપ્પોનો Reno 15 Pro એક કોમ્પેક્ટ સ્માર્ટફોન તરીકે આવે છે જેમાં 6.32 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. Reno 15 Pro Max માં વધારે મોટી 6.78 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં ફુલએચડી પ્લસ રિઝોલ્યુશન મળે છે. સ્માર્ટફોન્સમાં 120Hz નો રિફ્રેશ રેટ છે. બંને ફોન એન્ડ્રોઇડ 16 પર રન કરે છે. ચાલો જાણીએ તેની કિંમત અને અન્ય ફીચર્સ વિશે.
Oppo Reno 15 Pro, Reno 15 Pro Max Price
Oppo Reno 15 Pro Max ની કિંમત NTD 24,990 (લગભગ 71,500 રૂપિયા) છે જેમાં ફોનનું 12 જીબી રેમ, 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ આવે છે. ફોનને ટ્વિલાઇટ ગોલ્ડ અને ડેઝર્ટ બ્રાઉન કલર્સમાં ખરીદી શકાય છે. Reno 15 Pro ની કિંમત NTD 20,990 (લગભગ 60,000 રૂપિયા) છે. ફોનને ઓરોરા બ્લુ અને ડેઝર્ટ બ્લુ શેડ્સમાં ખરીદી શકાય છે. હાલમાં આ સ્માર્ટફોન્સ તાઇવાનમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.
Oppo Reno 15 Pro, Reno 15 Pro Max Specifications
Oppo Reno 15 Pro સીરીઝમાં આવનારા Reno 15 Pro અને Reno 15 Pro Max ના સ્પેસિફિકેશન્સ લગભગ સમાન છે. Reno 15 Pro માં 6.32 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જ્યારે Pro Max મોડેલમાં 6.78 ઇંચની મોટી ડિસ્પ્લે છે. બંનેમાં 120Hz રિફ્રેશ રેટ અને એન્ડ્રોઇડ 16 આધારિત ColorOS 16 મળે છે. ફોનમાં ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP68/IP69 રેટિંગ આપવામાં આવ્યું છે.
બંને ફોનમાં MediaTek Dimensity 8450 ચિપસેટ છે. સાથે 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીનું સ્ટોરેજ પેર કરવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો, બંને ડિવાઇસમાં 200 મેગાપિક્સલનો મેઈન કેમેરા (OIS સાથે) આપવામાં આવ્યો છે. આ સિવાય 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા છે. સેલ્ફી માટે પણ 50 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
Reno 15 Pro Max માં 6500mAh ની બેટરી છે, જે 80W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બીજી તરફ, Reno 15 Pro માં 6200mAh ની બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ મળે છે. કનેક્ટિવિટી માટે Wi-Fi 6E, બ્લૂટૂથ 5.4 અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

