Android hacking risk: CERT-Inની હાઇ રિસ્ક વોર્નિંગ: એન્ડ્રોઇડ યુઝર્સ માટે હેકિંગનો ખતરો, લેટેસ્ટ પેચ તરત ઈન્સ્ટોલ કરો

Arati Parmar
3 Min Read

Android hacking risk: સરકારી એજન્સી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સને હેકિંગની વોર્નિંગ આપવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે જરૂરી પગલાં નહીં લીધા તો તેમનો મોબાઇલ હેક થઈ શકે છે. સરકાર દ્વારા આ માટે એન્ડ્રોઇડના એક વર્ઝન માટે ચેતવણી આપી છે જેનો ભારતમાં કરોડો લોકો ઉપયોગ કરે છે. આ એજન્સી દ્વારા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં કેટલીક ખામી શોધી છે. આ ખામીઓનો ફાયદો ઉઠાવીને હેકર્સ મોબાઇલમાં આર્બિટ્રેરી કોડ એક્સિક્યુટ કરી શકે છે. આ કારણસર એન્ડ્રોઇડ પર ખતરો છે.

કયા વર્ઝન પર છે ખતરો?

- Advertisement -

CERT-In અનુસાર એન્ડ્રોઇડના વર્ઝન 13, 14, 15 અને 16 પર આ ખતરો છે. લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 16 પણ એમાંથી બાકાત નથી. જોકે મોટાભાગના યુઝર્સ પાસે એન્ડ્રોઇડ 14 અને 15 સ્માર્ટફોન છે. યુઝર્સ પાસે આ વર્ઝનના પિક્સેલ, વીવો, ઓપ્પો, શાઓમી, રિયલમી, મોટોરોલા, વનપ્લસ અને સેમસંગનો મોબાઇલ હોય તો દરેક યુઝર્સે ચેતી જવાની જરૂર છે.

Share This Article