Xiaomi Fire TV Models: પ્રીમિયમ વિઝ્યુઅલ્સ અને 120Hz ગેમ મોડ: Xiaomi ના નવા Mini LED ટીવી પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો કિંમત

Arati Parmar
3 Min Read

Xiaomi Fire TV Models: ભારતીય માર્કેટમાં શાઓમીએ નવી સ્માર્ટ ટીવી સિરીઝ ‘Xiaomi TV FX Mini LED Series 2026’ ને રજૂ કરી છે. આ સિરીઝ તે યુઝર્સ માટે ખાસ છે જેઓ ઘરે બેઠા સિનેમા હોલ જેવો પ્રીમિયમ વ્યુઇંગ એક્સપિરિયન્સ અને શ્રેષ્ઠ ગેમિંગ પર્ફોર્મન્સ ઈચ્છે છે. આકર્ષક પ્રમોશનલ ઓફર્સ અને દમદાર ફીચર્સથી સજ્જ આ સિરીઝનું પ્રથમ સેલ ભારતમાં 11 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે આ સિરીઝમાં 43 ઇંચ ટીવીથી લઈને 55-ઇંચ, 65-ઇંચ અને 75-ઇંચ સુધીના મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે.

4K ડિસ્પ્લે અને મિની એલઈડી આપશે સચોટ વિઝ્યુઅલ્સ

શાઓમીની નવી સિરીઝમાં ચાર અલગ-અલગ ડિસ્પ્લે સાઇઝ રજૂ કરવામાં આવી છે. આમાં તમને 43-ઇંચ, 55-ઇંચ, 65-ઇંચ અને 75-ઇંચ સાઇઝના ટીવી મળી જશે. શ્રેષ્ઠ પિક્ચર ક્વોલિટી માટે આમાં 4K અલ્ટ્રા એચડી રેઝોલ્યુશન પેનલની સાથે HDR10+ સપોર્ટ અને ફિલ્મમેકર મોડ આપવામાં આવ્યો છે.

- Advertisement -

આની સૌથી મોટી ખાસિયત ફુલ-એરે મિની એલઈડી બેકલાઈટિંગ અને લોકલ ડિમિંગ ઝોન્સ છે, જે ઊંડા કાળા રંગ અને શાનદાર બ્રાઇટનેસનો કોન્ટ્રાસ્ટ પેદા કરે છે. સાથે જ, શાઓમીનું વિવિડ પિક્ચર એન્જિન 2 અને Quantum MagiQ ટેકનોલોજી મળીને QLED કલર રિપ્રોડક્શનને વધુ સચોટ બનાવે છે.

દેખાશે ફાયર ટીવી પ્લેટફોર્મની તાકાત

Xiaomi ની આ ટીવી સિરીઝની એક અન્ય ખાસિયત એ છે કે આ ફાયર ટીવી પ્લેટફોર્મ પર કામ કરે છે. આનાથી યુઝર્સને પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ અને જીઓહોટસ્ટાર જેવી 12,000 થી પણ વધુ એપ્સનો એક્સેસ મળે છે. આની સાથે આવતા નવા રિમોટમાં એલેક્સા વોઇસ કંટ્રોલ, નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો માટે ક્વિક એક્સેસ બટન આપવામાં આવ્યા છે.

- Advertisement -

સ્મૂધ એક્સપિરિયન્સ માટે આમાં ક્વાડ-કોર A55 પ્રોસેસર, 2GB રેમ અને 32GB ની ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. શ્રેષ્ઠ સાઉન્ડ માટે આમાં ડોલ્બી ઓડિયો અને DTS વર્ચ્યુઅલ સપોર્ટની સાથે 4-ડ્રાઇવર સ્પીકર મળી જાય છે. જો કે 4 સ્પીકર મોટા મોડલ્સમાં મળશે.

ગેમર્સ માટે 120Hz નો ગેમ મોડ

જો તમે આ સિરીઝનું 55, 65 અને 75-ઇંચવાળું વેરિઅન્ટ લો છો, તો તમને 120Hz DLG ગેમ મોડ, ઓટો લો લેટન્સી મોડ અને મોશન બ્લરને ઓછું કરવા માટે MEMC જેવા ફીચર મળી જશે. આ ટીવી પર ગેમિંગ કરનારાઓને ખૂબ જ પસંદ આવશે.

- Advertisement -

શું છે કિંમત?

Xiaomi ની આ નવી ટીવી સિરીઝની કિંમત પર આવીએ, તો 43 ઇંચવાળા મોડલની કિંમત 32,999 રૂપિયા છે પરંતુ ઓફરમાં તેને 29,999 રૂપિયામાં ખરીદી શકાશે.

44,999 રૂપિયામાં લોન્ચ થયેલું 55 ઇંચવાળું મોડલ ઓફરમાં 39,999 માં ખરીદી શકાશે.

65 ઇંચવાળું મોડલ ઓફરમાં 59,999 રૂપિયામાં ખરીદી શકાય છે અને તેની કિંમત 64,999 રૂપિયા રહેશે.

75 ઇંચવાળું મોડલ 84,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે, જેને ઓફરમાં 79,999 રૂપિયામાં ખરીદી શકાશે.

આ સિરીઝ 11 જૂનથી mi.com, ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો:OnePlus Community Sale: વનપ્લસ સેલમાં 17 હજાર સુધી ડિસ્કાઉન્ટ, રિયલમી સ્માર્ટવોચનું પ્રથમ સેલ અને 599 રૂપિયામાં ઈયરબડ્સ લોન્ચ – Newz Cafe

Share This Article