Moto Watch India Launch: મોટોરોલા સ્માર્ટફોન બાદ હવે સ્માર્ટવોચના માર્કેટમાં ધમાલ મચાવવાની તૈયારીમાં છે. કંપનીએ તેની સ્માર્ટવોચની લોન્ચિંગ ડેટ જાહેર કરી દીધી છે. નોંધનીય છે કે, તાજેતરમાં યોજાયેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (CES) 2026 માં કંપનીએ આ ‘Moto Watch’ ને તેના નવા ઇકોસિસ્ટમના ભાગરૂપે રજૂ કરી હતી. આ સ્માર્ટવોચ એલ્યુમિનિયમ ફ્રેમ અને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે આવશે, જે સિંગલ ચાર્જ પર 13 દિવસ સુધીની બેટરી લાઇફ આપશે.
૨૩ તારીખે નવા ફોન સાથે થશે લોન્ચ
મોટો વોચ ભારતમાં ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ બપોરે ૧૨ વાગ્યે લોન્ચ થશે. આ વોચની સાથે જ કંપની તેનો નવો ફ્લેગશિપ ‘Motorola Signature’ ફોન પણ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ ટ્વીટ કરીને આ લોન્ચિંગની પુષ્ટિ કરી છે. આ નવી સ્માર્ટવોચ બે કલર ઓપ્શન – મેટ બ્લેક અને મેટ સિલ્વરમાં ઉપલબ્ધ થશે. ગ્રાહકો તેને સિલિકોન અથવા સ્ટેનલેસ સ્ટીલ સ્ટ્રેપ સાથે ખરીદી શકશે. લોન્ચ થયા બાદ તે Flipkart અને મોટોરોલાની સત્તાવાર વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.
મોટો વોચના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે: આ વોચમાં ૧.૪ ઇંચની ગોળ OLED સ્ક્રીન આપવામાં આવી છે, જેના પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ ૩ ની પ્રોટેક્શન મળશે.
ડિઝાઇન: વોચમાં ૪૭mm ની પ્રીમિયમ એલ્યુમિનિયમ ફ્રેમ અને સ્ટેનલેસ સ્ટીલ ક્રાઉન છે. તેનું વજન માત્ર ૩૯ ગ્રામ છે.
હેલ્થ ટ્રેકિંગ: મોટોરોલાએ આ વોચ માટે ફિનિશ સ્પોર્ટ્સ ટેક કંપની Polar સાથે ભાગીદારી કરી છે. તે હાર્ટ રેટ, બ્લડ ઓક્સિજન (SpO2), સ્ટેપ કાઉન્ટ, સ્ટ્રેસ ડિટેક્શન અને સ્લીપ મોનિટરિંગ જેવા એડવાન્સ ફીચર્સને સપોર્ટ કરે છે.
Moto AI: આ વોચમાં ‘Catch me up’ ફીચર મળશે, જે યુઝર્સને પર્સનલાઇઝ્ડ નોટિફિકેશન સમરી આપશે.
કનેક્ટિવિટી: તેમાં બ્લૂટૂથ ૫.૩ દ્વારા બ્લૂટૂથ કોલિંગ અને ડ્યુઅલ-ફ્રીક્વન્સી GPS ની સુવિધા છે.
બેટરી: ઓલવેઝ-ઓન ડિસ્પ્લે (AOD) બંધ રાખવા પર ૧૩ દિવસ અને AOD ચાલુ રાખવા પર ૭ દિવસ સુધીની બેટરી લાઇફનો દાવો કરવામાં આવ્યો છે. માત્ર ૫ મિનિટના ચાર્જિંગમાં તે આખા દિવસનો બેકઅપ આપી શકે છે.

