Amazon Sale Poco Phones: ₹15,000થી ઓછી કિંમતે મળી રહ્યા છે POCOના ધમાકેદાર ફોન, 6300mAhની બેટરી સાથે

Arati Parmar
2 Min Read
Amazon Sale Poco Phones

Amazon Sale Poco Phones: Amazon Sale 2026માં જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો ઓછી કિંમતે શાનદાર ફીચર્સવાળા ફોન ખરીદી શકો છો. સેલ દરમિયાન Xiaomi અને Pocoના ફોન 10થી 12 હજાર રૂપિયાની કિંમતમાં પણ ખરીદવાની તક મળી રહી છે. ફોન પર સીધા ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક ઑફરનો લાભ લઈને કિંમત ઘણી ઓછી થઈ જાય છે. Amazon સેલમાં જો તમે સસ્તો સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ તો આ એક સારી તક છે. સેલમાં Xiaomiની Poco બ્રાન્ડના સ્માર્ટફોન પર ભારે છૂટ મળી રહી છે. HDFC અથવા SBI બેંકના ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફેસ્ટિવલ સીઝન સેલમાં સ્માર્ટફોન પર મળતી શ્રેષ્ઠ ડીલ્સ વિશે અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે.

POCO C85x 5G

POCO C85x 5G ને Amazon સેલમાં 34% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનની MRP ₹20,999 છે, પરંતુ તેને ₹13,790માં લિસ્ટ કરવામાં આવ્યો છે. પસંદગીની બેંકોના ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદવા પર ₹400 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ફોનમાં 6300mAhની બેટરી આપવામાં આવી છે. તેમાં 32MPનો AI ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટનું સપોર્ટ મળે છે.

- Advertisement -

Poco C81

Poco C81 ને Amazon સેલમાં 42% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. ફોનની MRP ₹19,999 છે, પરંતુ તેને ₹11,590માં લિસ્ટ કરવામાં આવ્યો છે. પસંદગીની બેંકોના ક્રેડિટ કાર્ડથી EMI પર ફોન ખરીદવા પર ₹300 સુધીની વધારાની બચત કરી શકો છો. આ ફોનમાં 6300mAhની બેટરી આપવામાં આવી છે. તેમાં 13MPનો AI ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 64GB સ્ટોરેજ મળે છે.

POCO C81X

POCO C81X ને Amazon સેલમાં 44% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. ફોનની MRP ₹18,999 છે, પરંતુ તેને ₹10,635માં લિસ્ટ કરવામાં આવ્યો છે. બેંક ઑફર સાથે ફોન ખરીદવા પર ₹300 સુધીનું કૅશબૅક મેળવી શકો છો. આ ફોનમાં 5200mAhની બેટરી આપવામાં આવી છે. તેમાં 32MPનો AI કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 64GB સ્ટોરેજ મળે છે.

- Advertisement -
Share This Article