Bengaluru Police AI: બેંગલુરુ પોલીસ હવે AI સંચાલિત: ‘સેફ સિટી’ પ્રોજેક્ટ હેઠળ મશીન લર્નિંગથી ક્રાઇમ સામે ત્વરિત રિસ્પોન્સ!

Arati Parmar
4 Min Read

Bengaluru Police AI: બેંગલુરુ સિટી પોલીસ દ્વારા શહેરને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમનું આ AI હવે મશીન લર્નિંગ (ML) છે. સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ આ AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એના દ્વારા હવે લોકોની સેફ્ટીથી લઈને કોઈ પણ ઘટના વિશે પોલીસે જાણ કરવામાં અને એ વિશે જલદી પ્રતિભાવ આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે AI સર્વેલન્સ સિસ્ટમ, ફેશિયલ રિકોગ્નિશન ટેક્નોલોજી, પ્રીડિક્ટિવ પોલીસિંગ મોડલ અને ઇન્ટિગ્રેટેડકમાન્ડ ઓપરેશનનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

AI લોકેશન શોધીને પોલીસેને સૌથી નજીકના વાહનને માહિતી આપશે

- Advertisement -

બેંગલુરુ પોલીસ કમિશનર સીમંત કુમાર સિંહનું કહેવું છે કે AIની મદદથી ઇમરજન્સી રિસ્પોન્સ ખૂબ જ જલદી આપી શકાય છે. આ વિશે તેમણે કહ્યું, ‘એક વાર અમને 112 પરથી ફોન આવે ત્યારે અમારે હવે ફોન કરનારને લોકેશન પૂછવાની જરૂર નહીં પડશે. આ ટેક્નોલોજી તેને એકદમ ચોક્કસ જગ્યા શોધી લેશે અને એની આસપાસ જે પોલીસનું વાહન હશે એને તરત માહિતી આપશે. આ માટે પોલીસ હવે દસ મિનિટની અંદર પ્રતિક્રિયા આપશે. જોકે એ 2 થી 20 મિનિટ પણ થઈ શકે છે કારણ કે ત્યાં સુધી પહોંચવામાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતા હોય છે.’

પાંચ લાખ જિયો-ટૅગ કેમેરાનું ઍક્સેસ

સેફ સિટી પ્રોજેક્ટ અનુસાર બેંગલુરુમાં વધુ 10000 કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસે પાસે હવે પ્રાઇવેટ જગ્યા અને રેસિડેન્ટ્સના કેમેરાનું પણ ઍક્સેસ છે. કોઈપણ પોલીસ સ્ટેશન હવે શહેરના પાંચ લાખથી વધુ કેમેરાનું 20 મિનિટ સુધી કોઈપણ અડચણ વગર ઍક્સેસ મેળવી શકે છે.

ડોમેસ્ટિક હિંસાને લઈને તરત જ રિસ્પોન્સ મળશે

બેંગલુરુ પોલીસ દ્વારા AIની મદદથી ફેસ રિકોગ્નિશન કેમેરા અને ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન સિસ્ટમનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેથી તેઓ હવે કોઈને પણ ખૂબ જ જલદી ઓળખી શકશે. 11 નવેમ્બરે ટ્રી પાર્ક મેટ્રો સ્ટેશનની પાસે એક મહિલા અને પુરુષ આરગ્યુમેન્ટ કરી રહ્યાં હતાં ત્યારે આ કેમેરા વડે એની ઓળખ પાડવામાં આવી હતી અને એમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઇન્ટિગ્રેટેડકમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર AI અને MLની મદદથી લાઇવ ફૂટેજને ઍક્સેસ કરે છે અને પેટ્રોલિંગ વાહનને એ વિશે માહિતી આપે છે.

તરછોડી દેવાયેલા બાળકને શોધવા AIનો ઉપયોગ

11 નવેમ્બરે હલાસુર ગેટ પોલીસ સ્ટેશનની હદમાં એક નાના બાળકને કોઈ તરછોડી ને જતી રહ્યું હતું. એ સમયે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર દ્વારા AIનો ઉપયોગ કરી CCTV ફૂટેજને એનાલાઇઝ કરવામાં આવ્યું હતું. હોયસાલા સ્ટાફ દ્વારા 14 મિનિટમાં જગ્યા પર પહોંચી બાળકને લઈ લેવામાં આવ્યું હતું અને એને તરત જ સારવાર માટે વનિવિલાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. હવે આ બાળકને કોણ છોડીને જતી રહ્યું હતું એ માટે પણ AIની મદદ લેવામાં આવી રહી છે.

ડ્રગ્સની રેડમાં પણ AIનો ઉપયોગ

5 નવેમ્બરના રોજ એક વિદેશની વ્યક્તિ ચિકાબનાહાલી, કડુગોડીમાં ભારતમાં પ્રતિબંધિત નાર્કોટિક્સ વેચી રહી હતી. આ માટે ‘Namma 112’ પર ટીપ આપવામાં આવી હતી. ત્યાર બાદ ઇન્ટિગ્રેટેડકમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર દ્વારા AI અને MLની મદદથી હોયસલા સ્ટાફને એ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે 16 મિનિટમાં જગ્યા પર પહોંચી એ વ્યક્તિને અરેસ્ટ કરી હતી. તેમણે 361 એક્સટેસી ટેબલેટ જપ્ત કરી હતી જેનું વજન 162 ગ્રામ હતું. આ સાથે જ આઠ લાખ રૂપિયાનું કેશ પણ જપ્ત કર્યું હતું.

Share This Article