Dark Pattern India: “ડાર્ક પેટર્ન”નો ખેલ: ઝેપ્ટો થી ઈન્ડિગો સુધી, ભારતમાં કેવી રીતે 299 નું 399 બની જાય છે? જાણો તમે કેવી રીતે મૂર્ખ બનો છો

Arati Parmar
3 Min Read

Dark Pattern India: “ડાર્ક પેટર્ન”નો ખેલ: ઝેપ્ટો થી ઈન્ડિગો સુધી, ભારતમાં કેવી રીતે 299 નું 399 બની જાય છે? જાણો તમે કેવી રીતે મૂર્ખ બનો છો

નવી દિલ્હી – તમને લાગે છે તમે સ્માર્ટલી ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો? પણ સત્ય એ છે કે મોટી-મોટી કંપનીઓ તમને “ડાર્ક પેટર્ન” નામની જાળમાં ફસાવીને દરરોજ લૂંટી રહી છે.

- Advertisement -

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી CCPA એ હમણાં જ ઝેપ્ટો, બુક માય શો, ઈન્ડિગો, ફિઝિક્સવાલા સહિત 9 મોટી એપ્સને 20 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ? ગ્રાહકોને મૂર્ખ બનાવીને પૈસા પડાવવાના નવા-નવા ધંધા.

ભારતમાં “ડાર્ક પેટર્ન”થી બિઝનેસ કેવી રીતે થાય છે? 3 સૌથી મોટા ખેલ

- Advertisement -

1. છુપા ચાર્જનો ખેલ – “299 થી 399”
એપ પર ટિકિટ કે સામાનની કિંમત 299 બતાવશે. તમે “Buy Now” દબાવો એટલે પેમેન્ટ પેજ પર અચાનક “Handling Charge 50, Convenience Fee 30, Charity 10” ઉમેરી દેશે.
રિઝલ્ટ: તમારું 299 નું બિલ 399 થઈ જશે. અને તમને ખબર પણ નહીં પડે. CCPA એ આને જ “દગો” કહ્યો છે.

2. ઓટો મેમ્બરશિપની જાળ – “તમારી પરવાનગી વગર”
ઝેપ્ટો અને બુક માય શો જેવી એપ્સ તમારી પાસેથી પૂછ્યા વગર જ “Zeps Membership” કે “BMS Premium” ચાલુ કરી દે છે.

- Advertisement -

રિઝલ્ટ: દર મહિને તમારા ખાતામાંથી 99-199 રૂપિયા કપાઈ જશે. રદ કરવા જાવ તો 5 સ્ટેપ કરવા પડે.

3. ડર અને ઉતાવળનો બિઝનેસ – “માત્ર 2 સીટ બાકી”
“માત્ર 3 રૂમ બાકી”, “15 લોકો આ જોઈ રહ્યા છે” જેવા ફેક મેસેજ બતાવીને તમને ઉતાવળમાં ખરીદવા માટે મજબૂર કરવામાં આવે છે. જેથી તમે ચાર્જ ચેક કર્યા વગર જ પૈસા ચૂકવી દો.

ભારતીયોને કેટલો નુકસાન?
દરરોજ કરોડો લોકો આ એપ્સ વાપરે છે. જો દરેક વ્યક્તિ પાસેથી માત્ર 100 રૂપિયા પણ વધારે લેવાય તો મહિને 100 કરોડ+ નો “કાળો ધંધો” થાય છે. આ પૈસા સીધા તમારા ખિસ્સામાંથી જાય છે.

CCPA એ સ્પષ્ટ કહ્યું છે: આ “ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાની” પ્રવૃત્તિ છે અને હવે દરેક કંપનીને 1 થી 10 લાખ સુધીનો દંડ થશે.

તમે કેવી રીતે બચશો? 3 ટિપ્સ
1. છેલ્લું પેજ ચેક કરો: પેમેન્ટ કરતા પહેલા “Total Amount” 3 વાર જુઓ.

2. ટિક ના કરો: “Membership” અને “Donate for Charity” ના બોક્સ આપોઆપ ટિક થયેલા હોય તો અનટિક કરો.
3. ફરિયાદ કરો: જો તમારી સાથે આવું થાય તો [email protected] પર ફરિયાદ નોંધાવો.

સરકારે પગલું ભર્યું છે, પણ જાગૃત તમારે જ રહેવાનું છે. કારણ કે ડિજિટલ દુનિયામાં સૌથી મોટો બિઝનેસ હવે “તમને મૂર્ખ બનાવવાનો” છે.

 

Dark Pattern India, CCPA Fine Zepto, Online Scam India, Booking App Hidden Charges, Consumer Protection India, Zepto Booking Scam, Indigo Hidden Fees, BookMyShow Charges, Fake Membership Scam

Share This Article