Best 5G Smartphones Under 15000: આજના સમયમાં લોકો સ્માર્ટફોન માત્ર કોલ કે મેસેજિંગમાં ઉપયોગ કરવા માટે નથી ખરીદતા પરંતુ બીજી પણ ઘણી બાબતોનું ધ્યાન રાખે છે જેમ કે કેમેરા, ગેમિંગ, વીડિયો અને બીજા ફીચર્સ. જો તમે પણ કોઈ ફીચર-રિચ 5G ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ બજેટ ઓછું છે તો અમે તમને કેટલાક એવા વિકલ્પો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત ૧૫૦૦૦ રૂપિયાથી ઓછી છે. બજારમાં ઘણી બ્રાન્ડ્સ એવા સ્માર્ટફોન રજૂ કરી રહી છે જેમાં સારું પરફોર્મન્સ, દમદાર બેટરી અને ઝડપી કનેક્ટિવિટી મળે છે.
૧. iQOO Z10x
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ iQOO Z10x છે જેની કિંમત લગભગ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ૧૪,૯૯૯ રૂપિયા છે. આ ફોન 5G નેટવર્ક સપોર્ટ સાથે આવે છે અને તેમાં પ્રોસેસર, શાનદાર કેમેરા અને શ્રેષ્ઠ ડિસ્પ્લે મળે છે.
ડિસ્પ્લે – ૬.૭૨ ઇંચ
કેમેરા – ૫૦MP (વાઇડ એન્ગલ) + ૨MP, ૮MP (ફ્રન્ટ કેમેરા)
બેટરી – ૬૫૦૦mAh, ૪૪ વૉટ
૨. Samsung Galaxy F06 5G
જો તમે એક એવા ફોનની શોધમાં છો જે ભરોસાપાત્ર બ્રાન્ડ સાથે હોય, તો Samsung Galaxy F06 5G એક સારો વિકલ્પ છે અને ફ્લિપકાર્ટ અને એમેઝોન પર તેની કિંમત પણ લગભગ ₹૯,૯૯૯ ની આસપાસ છે. આ ફોન રોજના કામ, સર્ફિંગ અને સોશિયલ મીડિયા માટે ઉત્તમ છે. સેમસંગનું નામ જ ગ્રાહકોને વિશ્વાસ આપે છે કે ફોન સાથે સેવાઓ અને અપડેટ સારા મળશે.
ડિસ્પ્લે – ૬.૭ ઇંચ
કેમેરા – ૫૦MP (વાઇડ એન્ગલ) + ૨MP, ૮MP (ફ્રન્ટ કેમેરા)
બેટરી – ૫૦૦૦mAh, ૨૫ વૉટ
૩. Redmi Note 14 SE 5G
Redmi Note 14 SE 5G ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ₹૧૩,૯૯૯ ની આસપાસ મળે છે અને આ ફોન ફીચર્સની બાબતમાં ઘણો કમ્પ્લીટ માનવામાં આવે છે. તેમાં શાનદાર ડિસ્પ્લે, સારો કેમેરો અને ઓપ્ટિમાઈઝ્ડ સોફ્ટવેર મળે છે. રેડમીના ફોન હંમેશા બજેટ અને ફીચર્સનું સારું સંતુલન આપવા માટે જાણીતા છે. તેથી 5G ફોન પસંદ કરનારાઓ માટે આ પણ એક ભરોસાપાત્ર ઓપ્શન છે.
ડિસ્પ્લે – ૬.૬૭ ઇંચ
કેમેરા – ૫૦MP (વાઇડ એન્ગલ) + ૮MP (અલ્ટ્રા વાઇડ) + ૨MP (મેક્રો), ૨૦MP (ફ્રન્ટ કેમેરા)
બેટરી – ૫૧૧૦mAh, ૪૫ વૉટ
૪. Samsung Galaxy M06 5G
જો તમારું બજેટ ખૂબ જ કિફાયતી છે, તો Samsung Galaxy M06 5G લગભગ ₹૯,૯૯૯ માં ઉપલબ્ધ છે. આ ફોન ખાસ કરીને એવા લોકો માટે સારો છે, જેમને રોજના કામો માટે એક સરળ અને ભરોસાપાત્ર સ્માર્ટફોન જોઈએ છે. નેટ સર્ફિંગ, વીડિયો કોલ, સોશિયલ મીડિયા અને બધું જ દરેક દિવસના વપરાશ માટે આ ફોન અનુકૂળ છે.
ડિસ્પ્લે – ૬.૭ ઇંચ
કેમેરા – ૫૦MP (વાઇડ એન્ગલ) + ૨MP, ૮MP (ફ્રન્ટ કેમેરા)
બેટરી – ૫૦૦૦mAh, ૨૫ વૉટ
૫. POCO M7 Plus
POCO M7 Plus ફ્લિપકાર્ટ અને એમેઝોન પર લગભગ ૧૩,૯૯૯ ની કિંમતમાં આવે છે. પોકોનો M7 Plus મોટી સ્ક્રીન, દમદાર બેટરી અને સંતુલિત પરફોર્મન્સ માટે જાણીતો છે. જો તમે 5G ની સ્પીડ, સારી બેટરી લાઈફ અને રોજબરોજના કામો માટે એક ભરોસાપાત્ર ફોન માંગતા હોવ, તો POCO M7 Plus તમારા બજેટમાં સારો વિકલ્પ બની શકે છે.
ડિસ્પ્લે – ૬.૯ ઇંચ
કેમેરા – ૫૦MP (વાઇડ એન્ગલ) + ૨MP, ૮MP (ફ્રન્ટ કેમેરા)
બેટરી – ૭૦૦૦mAh, ૩૩ વૉટ
5G ફોન લેતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું?
જ્યારે તમે 5G ફોન પસંદ કરી રહ્યા હોવ, ત્યારે માત્ર કિંમત પર ધ્યાન ન આપો, તે સિવાય પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે ઓછી કિંમતમાં પણ ઘણા ફોન સારા પ્રોસેસર સાથે આવે છે, જેનાથી એપ્સ સ્મૂધ ચાલે છે અને નેટ પર પણ સારો અનુભવ મળે છે. વળી સારા કેમેરાથી તમે ફોટો અને વીડિયો વગર કોઈ મુશ્કેલીએ ક્લિક કરી શકો છો, ધ્યાન આપો કે મેઈન કેમેરાની સાથે સેલ્ફી કેમેરા પણ સંતોષકારક હોય. આ સિવાય મોટી બેટરીથી ફોન આખો દિવસ આરામથી ચાલે છે અને જો ફાસ્ટ ચાર્જિંગ પણ મળે તો વધુ સારું છે.

