BlackBerry Android Relaunch: બ્લેકબેરીનો સ્માર્ટફોન કમબેક: જૂના ક્લાસિક મોડલ હવે એન્ડ્રોઇડ 13 સાથે

Arati Parmar
2 Min Read

BlackBerry Android Relaunch: આજની જેમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે આઇફોન સૌના હાથમાં પહોંચ્યા નહોતા, હજી કીપેડ અને બહુ નાના ડિસ્પ્લે સ્ક્રીનવાળા સાદા ફીચર ફોનનો જમાનો હતો એ સમયમાં ટોપ બિઝનેસ એક્ઝિક્યુટિવ્સમાં બ્લેકબેરી ફોન ખાસ્સા પોપ્યુલર થયા હતા. કેનેડાની રિસર્ચ ઇન મોશન (આરઆઇએમ) કંપનીએ બ્લેકબેરી ફોન લોન્ચ કર્યા હતા.

આ ફોન ૧૯૯૯થી ૨૦૧૬ સુધીના સમયમાં ખાસ્સા પોપ્યુલર થયા હતા. બ્લેકબેરી ફોન આવ્યા તે પહેલાં કંપનીએ પેજર પણ લોન્ચ કર્યાં હતાં. બ્લેકબેરી ફોનમાં ઇમેઇલ એક્સેસ કરવાની સુવિધા હતી. ધીમે ધીમે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે  તેની લોકપ્રિયતા વધતી ગઈ. સમય જતાં તેમાં ઇન્ટરનેટ એક્સેસ કરવાની પણ સુવિધા મળી.

- Advertisement -

એક સમયે ભારતમાં બ્લેકબેરી ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાય તેવી પણ શક્યતા જાગી હતી. આ ફોનમાં ઇમેઇલ અને અન્ય મેસેજિસ એનક્રિપ્ટેડ રહેતા હોવાથી તેને રાષ્ટ્રીય સલામતી માટે જોખમરૂપ માનવામાં આવ્યા હતા.

સમય જતાં બ્લેકબેરી અને અન્ય કંપની વચ્ચે ફોનમાંની ટેકનોલોજીના પેટન્ટ બાબતે વિખવાદો ઊભા થયા. ત્યાં સુધીમાં એપલના આઇફોન અને એન્ડ્રોઇડ ફોન પણ આવી ગયા અને બ્લેકબેરી ફોન ભૂલાવા લાગ્યા.

- Advertisement -

હવે આ ફોન એન્ડ્રોઇડ ફોન તરીકે કમબેક કરે તેવી શક્યતા છે. હવે એક ચાઇનીઝ કંપની જૂના બ્લેકબેરી ક્લાસિક હેન્ડસેટ નવા હાર્ડવેર સાથે ફરી લાવી રહી છે. આ ફોનમાં એન્ડ્રોઇડ ૧૩ અને ત્યાર પછીની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ જ રીતે ૨૦૧૪માં લોન્ચ થયેલ બ્લેકબેરી પાસપોર્ટ ફોન પણ ફરી આવે તેવી શક્યતા છે. આ ફોન સ્માર્ટફોન અને ટેબલેટના મિશ્રણ જેવો હતો.

જોકે આ બંને કોશિશ મૂળ બ્લેકબેરી ફોન લાવનારી કંપની તરફથી નથી, અન્ય કંપનીઓ જ એવા પ્રયાસમાં છે.

- Advertisement -
Share This Article