China 6G Photonic Engine: ચીને માત્ર પ્રકાશથી 1.2 KM દૂર મોકલ્યો ડેટા, બનાવ્યું ફોટોનિક એન્જિન જે બદલશે 6G નો ચહેરો

Arati Parmar
3 Min Read

China 6G Photonic Engine: ચીને એક એવી શોધ કરી છે જે ભવિષ્યમાં 6G નેટવર્કને ક્રાંતિકારી રીતે બદલી નાખશે. વાસ્તવમાં ચીનની સાઉથ ચાઇના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ એક એવું લેઝર સંચાલિત ફોટોનિક એન્જિન બનાવ્યું છે, જે સફેદ પ્રકાશનો ઉપયોગ કરીને પલક ઝપકાવતા જ ડેટા ટ્રાન્સફર (સ્થળાંતર) કરી શકે છે. આ એન્જિનની ખાસિયત એ છે કે તેને ખુબ જ ઓછા ખર્ચે સિરામિક સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. અહેવાલો મુજબ આ ટેકનોલોજી આગામી સમયમાં AI થી સજ્જ સુપર-ફાસ્ટ 6G વાયરલેસ નેટવર્કને ચલાવવામાં મોટી ભૂમિકા ભજવશે.

1.2 KM સુધી ડેટા ટ્રાન્સફરનો રેકોર્ડ

અહેવાલો મુજબ અત્યાર સુધીની પરંપરાગત વિઝિબલ લાઇટ કમ્યુનિકેશન એટલે કે VLC તકનીકથી ડેટા માત્ર થોડા મીટર દૂર સુધી જ ટ્રાન્સફર થઈ શકતો હતો. ચીની વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલા ફોટોનિક એન્જિને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને 1.2 KM સુધી ડેટાને સફળતાપૂર્વક પહોંચાડી દીધો.

આ સંશોધનના મુખ્ય વૈજ્ઞાનિક ઝિગુઓ શિયા (Zhiguo Xia) ના જણાવ્યા મુજબ આ તકનીક સામાન્ય ઇન્ટરનેટથી ખુબ જ અલગ છે. તેમના મતે આ તકનીકની મદદથી ચાલક વિના ઉડતા વાહનો, ડ્રોન લોજિસ્ટિક્સ અને ઓછી ઊંચાઈ પર થતી હવાઈ મુસાફરીઓ દરમિયાન ડેટા ટ્રાન્સફર કરવામાં ખુબ જ સરળતા રહી શકે છે.

- Advertisement -

5G કરતા ઘણું ઝડપી અને વિચારવા-સમજવા વાળું હશે 6G

6G ઇન્ટરનેટ 5G કરતા ના માત્ર ખુબ જ ઝડપી હશે, પરંતુ તે કામ પણ ખુબ જ અલગ રીતે કરશે. આ નવા લાઇટ એન્જિનને સ્માર્ટફોન અને રસ્તાઓ પર લાગેલી સ્ટ્રીટ લાઇટો સાથે જોડવામાં આવશે, તો 6G ખુબ જ ઝડપી હોવાની સાથે-સાથે મનુષ્યો અને વસ્તુઓની સૂક્ષ્મ હલચલને ‘જોઈ’, ‘સાંભળી’ અને ‘વિચારી’ શકશે.

અહેવાલો મુજબ આ ટેકનોલોજી લો-અર્થ ઓર્બિટમાં હાજર ઉપગ્રહો (સેટેલાઇટ્સ) સાથે પણ જોડાયેલી હશે જેનાથી સમુદ્ર, રણ અને ઊંચા પર્વતો જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ ઝડપી ઇન્ટરનેટ ગતિ (સ્પીડ) મળશે.

- Advertisement -

આગળનું આયોજન શું છે?

અહેવાલોનું માનીએ તો, આ ઉપકરણમાં હજી કેટલીક ખામીઓને સુધારવાની બાકી છે. જેમ કે આ એન્જિન હાલમાં મોટે ભાગે પીળો પ્રકાશ આપે છે અને તેમાં લાલ રંગની અછત છે, જેના કારણે અસલી રંગોને ઓળખવા થોડા મુશ્કેલ બની જાય છે.

આ ઉપરાંત હાલમાં તેની ગતિ ફાઇબર ઓપ્ટિક કેબલ જેટલી ઝડપી નથી. વૈજ્ઞાનિકો એવી સામગ્રી પર સંશોધન કરી રહ્યા છે જે ગતિને વધારી શકે. આ ઉપરાંત એક ધ્યાન એ બાબત પર પણ હશે કે ખરાબ હવામાનમાં આ ઇન્ટરનેટ તકનીક અટક્યા વિના કામ કરતી રહે. આ માટે લેઝર સિસ્ટમને રેડિયો-ફ્રીક્વન્સી સિસ્ટમ અને AI તકનીક સાથે જોડવાની પણ તૈયારી છે.

- Advertisement -

આ પણ વાંચો: China Solid State Battery: ઇલેક્ટ્રિક વાહનોની દુનિયામાં મહાક્રાંતિ, ચીની વૈજ્ઞાનિકોએ બનાવી માત્ર ૩ મિનિટમાં ફૂલ ચાર્જ થતી સોલિડ-સ્ટેટ બેટરી – Newz Cafe

Share This Article